Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

J&K : Kulgam માં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા...

સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે. કુલગામ (Kulgam) જિલ્લાના રેડવાની પેઈન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આ વિસ્તારમાં 1 થી 2 આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં...
j k   kulgam માં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ  2 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે. કુલગામ (Kulgam) જિલ્લાના રેડવાની પેઈન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આ વિસ્તારમાં 1 થી 2 આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે.

Advertisement

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી પિસ્તોલ, મેગેઝિન અને ચાઈનીઝ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

ભારતીય વાયુસેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો...

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય વાયુસેનાના વાહન પર હુમલો થયો હતો, જેમાં 5 જવાનો ઘાયલ થયા હતા, બાદમાં એક જવાનનું મોત થયું હતું. શનિવારે સાંજે જમ્મુ-કાશ્મીરના પૂંછ (Poonch)માં આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદી હુમલા બાદ બંને પક્ષો વચ્ચે કુલ 30 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

Advertisement

આ ઘટના પૂંછ (Poonch) જિલ્લાના મેંધર સબ ડિવિઝનના દન્ના શાસ્તર વિસ્તારમાં બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાના વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં એક સૈનિકનું મોત થયું હતું.

ભારતીય સેના છેલ્લા એક સપ્તાહથી પૂંછ (Poonch)માં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. અહીં બે શકમંદોના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ પછી સેનાએ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું હતું. આ પહેલા ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક ગાર્ડ રક્ષક ઘાયલ થયો હતો. સારવાર દરમિયાન ગાર્ડનું મોત થયું હતું. આ પછી સેનાએ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું હતું. ગયા વર્ષે પૂંછ (Poonch)માં ભારતીય સેનાના જવાનો પર અનેક આતંકી હુમલા થયા હતા.

આ પણ વાંચો : Polling Booth Search: મતદાન મથકનું કેન્દ્ર સરળતાથી જાણવા માટે બસ આટલું કરો…

આ પણ વાંચો : Prajwal Revanna કેસમાં બળાત્કાર પીડિત મહિલાઓ પરેશાન, ઓળખ છતી થતા અનેક છુટાછેડાના કેસ

આ પણ વાંચો : Iran Ship Seized: 6 ભારતીયો સાથે ભારતે શંકાસ્પદ ઈરાની જહાજને કર્યું જપ્ત

Tags :
Advertisement

.