Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jharkhand : દુઃખદ અકસ્માત! જામતારામાં ટ્રેનની અડફેટે આવતા અનેક લોકોના મોતના

ઝારખંડ (Jharkhand)ના જામતારાથી મોટા સમાચાર આવી રહ્યા છે. જામતારા રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઘણા મુસાફરો પર દોડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાનું કહેવાય છે. Jharkhand | A train ran over the passengers at Kalajharia...
jharkhand   દુઃખદ અકસ્માત  જામતારામાં ટ્રેનની અડફેટે આવતા અનેક લોકોના મોતના

ઝારખંડ (Jharkhand)ના જામતારાથી મોટા સમાચાર આવી રહ્યા છે. જામતારા રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઘણા મુસાફરો પર દોડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાનું કહેવાય છે.

Advertisement

જો કે હજુ સુધી મૃતકોની સંખ્યા અંગે માહિતી મળી નથી. Jharkhand ના જામતારાના ડેપ્યુટી કમિશનરે કહ્યું, 'જામતારાના કાલાઝરિયા રેલવે સ્ટેશન પર ટ્રેન ઘણા મુસાફરો પર દોડી ગઈ હતી. કેટલાક મૃત્યુ નોંધાયા છે. મૃત્યુની ચોક્કસ સંખ્યા પછીથી પુષ્ટિ કરવામાં આવશે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Advertisement

ઘટનાની માહિતી મળતાં જ Jharkhand રેલવે પ્રશાસન, રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. એક્સપ્રેસ ટ્રેન કરમટાંડ અને જામતારા વચ્ચે કાલાઝરિયા રેલ્વે હોલ્ટ પર રોકાઈ હતી, જ્યાંથી મુસાફરો ઉતરી રહ્યા હતા. આ દરમિયાન એક લોકલ ટ્રેન પસાર થઈ રહી હતી અને લોકો તેની અડફેટે આવી ગયા.

અકસ્માત પર રેલવેએ શું કહ્યું?

આ મામલે રેલવેનું નિવેદન આવ્યું છે. રેલવે તરફથી આગ લાગવાની કોઈ શક્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કહેવામાં આવ્યું હતું કે એલાર્મ ચેઈન ખેંચવાને કારણે ટ્રેન નંબર 12254 રોકાઈ હતી. ત્યારે જ બે લોકો પાટા પર આવ્યા અને મેમુ ટ્રેને તેમને કચડી નાખ્યા. રેલવેના જણાવ્યા અનુસાર આગની કોઈ ઘટના બની નથી. રેલવેનું કહેવું છે કે માર્યા ગયેલા લોકો ટ્રેનના મુસાફરો ન હતા. આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ મામલે જામતારા ડેપ્યુટી કમિશનરનું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું, 'જામતારાના કાલાઝરિયા રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન મુસાફરો પર દોડી ગઈ. કેટલાક લોકોના મોતના અહેવાલ છે. કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તેની પુષ્ટિ હવે પછી થશે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Advertisement

આ પણ વાંચો : Jammu Kashmir : ‘ગંભીર પરિણામ ભોગવવા પડશે’, મોદી સરકારનો આતંકવાદ પર મોટો હુમલો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.