Jharkhand : પોલીસે જ કર્યો પોલીસ પર લાઠીચાર્જ, ઝારખંડમાં સર્જાયા અનોખા દ્રશ્યો...!
ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચીમાંથી એક વિચિત્ર તસવીર સામે આવી રહી છે. અહીં પોલીસકર્મીઓ ખુદ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (SPO) પર લાઠીચાર્જ કરતા જોવા મળ્યા હતા. આજે એટલે કે 19 જુલાઈ શુક્રવારના રોજ રાજધાનીમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનના ઘરની બહાર વિશેષ પોલીસ અધિકારીઓએ પ્રદર્શન કર્યું. દરમિયાન CM આવાસની સુરક્ષામાં હાજર પોલીસકર્મીઓએ તેમને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.
વાસ્તવમાં કોન્ટ્રાક્ટ પર SPO ની નોકરી મેળવનાર યુવાનોની CM પાસે અનેક માંગણીઓ છે. આ માંગણીઓમાં તેમની નોકરી સુનિશ્ચિત કરવા અને તેમના પગારમાં વધારો કરવાનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી PTI દ્વારા પ્રદર્શન અને લાઠીચાર્જનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં SPO ના CM આવાસની બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા છે.
VIDEO | Jharkhand: Police lathi-charge to disburse Special Police Officers (SPOs) protesting outside the Chief Minister’s residence in Ranchi. Contractual SPOs have put forward various demands including permanent jobs.
(Full video available on PTI Videos -… pic.twitter.com/1i9DvLtAJZ
— Press Trust of India (@PTI_News) July 19, 2024
સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો...
પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ તે જ સમયે તેઓ CM ના નિવાસસ્થાને પહોંચવાનો આગ્રહ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં CM આવાસ પર હાજર સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જો કે, લાઠીચાર્જ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પાસેથી તેમના લાઠીઓ છીનવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ પણ વાંચો : Pooja Khedkar : ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, UPSC એ કર્યો કેસ...
આ પણ વાંચો : Chhattisgarh : પ્રખ્યાત થિયેટર કલાકાર મિર્ઝા મસૂદનું નિધન, CM સાઈએ શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો : RSS ચીફ મોહન ભાગવતના 'એક માણસ ભગવાન બનવા માંગે છે' નિવેદન પર વિપક્ષે કર્યો કટાક્ષ