ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Jetpur માં નકલી નોટનાં રેકેટનો પર્દાફાશ, આરોપીએ કેવી રીતે કરતા હતા નકલી નોટની હેરાફેરી

જેતપુરમાં નકલી ચલણી નોટ સામે અસલી નોટ મેળવવાનાં કેસમાં આરોપીઓના પોલીસ રિમાન્ડ દરમ્યાન મોટો ખુલાસો થવા પામ્યો છે.
05:48 PM Apr 20, 2025 IST | Vishal Khamar
જેતપુરમાં નકલી ચલણી નોટ સામે અસલી નોટ મેળવવાનાં કેસમાં આરોપીઓના પોલીસ રિમાન્ડ દરમ્યાન મોટો ખુલાસો થવા પામ્યો છે.
featuredImage featuredImage
jetpur facke currancy gujarat first

જેતપુર (Jetpur)માં નકલી ચલણી નોટ (fake currency notes) સામે અસલી નોટ મેળવવાના કેસમાં આરોપીના પોલીસ રિમાન્ડ દરમ્યાન મોટો ખુલાસો થયો હતો. જેમાં આ આરોપીઓ છેલ્લા પાંચથી છ મહિનાથી નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા તેમજ જુનાગઢ ખાતે કારખાનામાં નોટો પ્રિન્ટિંગ કરતા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માગતા ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા

જેતપુર શહેર ( Jetpur news)ના ચકચારી અસલી સાથે નકલી ચલણી નોટો (fake currency notes) ની હેરાફેરી કેસના આ આરોપીઓ જૂનાગઢના સુખપુર ગામે કારખાનામાં નકલી નોટો છાપતા હોવાનો ખુલાસો કર્યો છે. જેતપુરમાં 500ના દરની નકલી નોટો સાથે ત્રણ શખ્સ આવ્યા હતા. આંગડિયુ કરવામાં અસલી નોટના બંડલમાં મૂકી નકલી નોટ માર્કેટમાં ફરતી કરતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે નોટો છાપવાનું પ્રિન્ટર મશીન,કાગળો સહિત સાહિત્ય કબ્જે લીધું છે. પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગતા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

શું હતી મોડર ઓપરેન્ડી

જેતપુરના એમ.જી રોડ ઉપર આવેલ આર.પી. એન્ટરપ્રઈઝ નામની આંગડિયા પેઢીમાં 10 લાખનું આંગડિયુ કરનાર જેતપુરના કણકિયા પ્લોટમાં રહેતા રવી શામજી ડોબરિયાએ 500ના નોટના બંડલમાં આંગડિયામાં જાલી નોટ ઘુસાડી દીધી હતી. જે બાબતે આંગડિયાના સંચાલક નિકેશભાઈ ચંદનાણીએ ફોન કરીને રવિને જણાવ્યું હતું. તેમજ આ બાબતે પોલીસને પણ જાણ કરી હતી. જેથી જેતપુર પોલીસે( Jetpur police) આંગડિયા પેઢીનીબહાર વોચ ગોઠવી હતી 500ના દરની જાલી નોટ આંગડિયા પેઢીમાં ઘુસાડી દેનાર જેતપુરના રવિ ડોબરિયા જે આ જાલી નોટ પરત લેવા આવ્યો હતો. ત્યારે જેતપુર પોલીસ (Jetpur police) મથકના સ્ટાફ સાથે એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો.

કેવી રીતે ઝડપાયો

રવિ ડોબરિયાની આ જાલી નોટ બાબતે પુછપરછ કરતા રવિએ જણાવ્યું કે, ધોરાજીના હિરાપરા વાડીમાં રહેતા તેના મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રીન્સ ઉર્ફે લાલુ દીનેશભાઈ ઠુમરે અગાઉ આ 10 લાખ રૂપિયાનું આંગડિયુ કરી આવેલ હતો. અને અમુક નોટ બંડલમાં બનાવટી નોટ નાખી દીધેલ હોય અને નોટોના બંડલ મને કોઈને કહ્યા વગર કે બોલ્યા વગર બદલી આપવાનું કહેલ હોય જેથી આંગડિયા પેઢીમાં પ્રીન્સના કહેવાથી આંગડિયુ કર્યુ હોય જે નોટ તે બદલાવવા આવ્યો અને ઝડપાઈ ગયો હતો.

રિમાન્ડ દરમ્યાન અનેક ખુલાસા થયા

આ બાબતે પોલીસે ધોરાજીના પ્રજ્ઞેશ ઉર્ફે પ્રીન્સ ઠુંમરની પુછપરછમાં આ જાલી નોટ ધોરાજીના તેના મિત્ર મીત કિરણ અંટાળા આપી ગયો હોવાનું જણાવતા આ મામલે પોલીસે રવિ ડોબરિયા, પ્રજ્ઞેશ ઠુંમર અને મિત અંટાળાની ધરપકડ કરી હતી.અને ત્રણ દિવસના રિમાન્ડ મંગાયા હતા જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા અન્ય માહિતીઓ બહાર આવી હતી. જેમાં ધોરાજીના હિરપરા વાડીમાં રહેતા અને હાલ જૂનાગઢ ખાતે આવેલ સુખપર વિસ્તારમાં આવેલ યોગી એક્ષપોર્ટ નામના સિંગદાણાના કારખાનામાં આવેલ ઓફિસમાં પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સે લાલુ દિનેશભાઈ ઠુમર પોતે કલર પ્રિન્ટરમાં જ છાપતો હતો.

આ પણ વાંચોઃ Padminiba Honeytrap Case: ગોંડલ ચકચારી હનીટ્રેપ કેસમાં આરોપીઓના જામીન મંજૂર, મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર

વધુ લોકોની સંડોવણી બહાર આવી શકેઃ રોહિત ડોડીયા (Dy.Sp)

ડીવાયએસપી રોહિત ડોડીયાના જણાવ્યા મુજબ પોલીસ તપાસમાં નકલી નોટોનું ઉત્પાદન ખાસ ડિઝાઇન અને કાગળ દ્વારા થતી હતી જેથી તેના પર સાવધાનીથી નજર ન રાખવામાં આવે તો તે અસલી જ લાગતી હોય છે.આરોપીઓ પાસેથી પોલીસે નોટો છાપવાનું પ્રિન્ટર મશીન,કાગળો સહિત સાહિત્ય કબ્જે લીધું છે.આ નકલી નોટોની નેશનલ લેવલે ફરજિયાત તપાસ કરવાની જરૂર છે કારણ કે તેમાં વધુ લોકોનો હાથ હોવાનો સંદેહ છે.આ એક ઓર્ગેનાઈઝ્ડ રેકેટ છે. આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે કે તે તરફ તપાસ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ VADODARA : MSU ના પૂર્વ વીસીએ બંગલોમાં 'લક્ઝૂરીયસ હોટલ' સ્ટાઇલ ખર્ચ કર્યો

અહેવાલઃ હરેશ ભાલીયા-જેતપુર

Tags :
counterfeit currency notes manipulationfake-currency-notesGUJARAT FIRST NEWSJetpur NewsJetpur police fake notesRajkot News