Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jayesh Radadia : સામે પડેલા જૂથે કર્યું સમાધાન, ગંભીર આરોપ સાથેની HC માં કરેલી રિટ પણ પરત ખેંચી

સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા વધુ મજબૂત બનશે જયેશ રાદડિયા સામે પડેલા જૂથે કર્યું સમાધાન! હાઇકોર્ટમાંથી ગંભીર આક્ષેપો સાથેની રિટ પરત ખેંચી હોવાની માહિતી બેંકમાં ભ્રષ્ટાચાર કરી ભરતી કરી હોવાનાં આક્ષેપ રિટમાં કરાયા હતા. રાજકોટ સહકારી ક્ષેત્રને (Rajkot Cooperative Sector)...
jayesh radadia   સામે પડેલા જૂથે કર્યું સમાધાન  ગંભીર આરોપ સાથેની hc માં કરેલી રિટ પણ પરત ખેંચી
  1. સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા વધુ મજબૂત બનશે
  2. જયેશ રાદડિયા સામે પડેલા જૂથે કર્યું સમાધાન!
  3. હાઇકોર્ટમાંથી ગંભીર આક્ષેપો સાથેની રિટ પરત ખેંચી હોવાની માહિતી
  4. બેંકમાં ભ્રષ્ટાચાર કરી ભરતી કરી હોવાનાં આક્ષેપ રિટમાં કરાયા હતા.

રાજકોટ સહકારી ક્ષેત્રને (Rajkot Cooperative Sector) લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા સામે પડેલા જૂથ સાથ સમાધાન થયું હોવાની માહિતી છે. આથી, ચર્ચા છે કે હવે સમાધાન થતાં જયેશ રાદડિયા (Jayesh Radadia) વધુ મજબૂત બનશે. હાઈકોર્ટમાં જયેશ રાદડીયા સામે રિટ કરાઈ હતી, જેમાં જયેશ રાદડિયાએ બેંકમાં ભ્રષ્ટાચાર કરી ભરતી કરી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. જો કે, હવે સમાધાન થતાં હાઈકોર્ટમાંથી (Gujarat High Court) રિટ પરત ખેંચાઈ હોવાની માહિતી સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 માસૂમોનાં મોત, ગઈકાલથી ગુમ હતા બાળકો!

જયેશ રાદડિયા સામે પડેલા જૂથ સાથે સમાધાન

રાજકોટ સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાને લઈ મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે જયેશ રાદડિયા (Jayesh Radadia) સામે પડેલા જૂથ સાથે સમાધાન થયું છે. આ સમાધાન થતા હવે જયેશ રાદડિયા વધુ મજબૂત બનશે. એવી પણ માહિતી છે કે હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા અને પરસોત્તમ સાવલિયાના (Parasottam Savalia) જૂથ દ્વારા અગાઉ હાઇકોર્ટમાંથી એક રિટ કરવામાં આવી હતી, જેમાં જયેશ રાદડિયા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. રિટમાં એવો આરોપ કરાયો હતો કે જયેર રાદડિયાએ બેંકમાં ભ્રષ્ટાચાર આચરીને ભરતી કરવી હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : IAS અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીનાં Transfer

Advertisement

હાઇકોર્ટમાંથી રિટ પાછી ખેંચી હોવાનાં અહેવાલ

જો કે, હવે સમાધાન થતાં હાઈકોર્ટમાંથી (Gujarat High Court) આ રિટ પરત ખેંચવામાં આવી હોવાની માહિતી છે. આથી ચર્ચા છે કે હવે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા વધુ મજબૂત બનશે. જણાવી દઈએ કે, અત્યાર સુધી ભાજપનાં (BJP) કેટલાક જૂથ દ્વારા જયેશ રાદડિયાનો વિરોધ કરવામાં આવતો હતો. પરંતુ, હવે જયેશ રાદડિયાના વિરોધીઓએ અચાનક સમાધાન કરી લેતા રાદડિયાનું કદ વધ્યું છે. જો કે, આ સમાધાન પાછળના કારણો હાલ સામે આવ્યા નથી. પરંતુ, આ કારણો શું છે ? તેને લઈને અનેક ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Gandhinagar : ફોરેસ્ટ ગાર્ડની ભરતી મુદ્દે આંદોલન યથાવત્, BJP નાં આ બે MLA પણ મેદાને!

Tags :
Advertisement

.