Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jaya Bachchan : અમિતાભનું નામ લેવા પર ભડકી જયા બચ્ચન, શું બચ્ચન પરિવારમાં કોઈ મતભેદ...!

અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને (Jaya Bachchan) સંસદમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લીધો હતો. તે દરમિયાન તે ફરી એક વાર ગુસ્સે થયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમિતાભ બચ્ચનના નામ લેવા પર તેમને ગુસ્સો આવ્યો...
jaya bachchan   અમિતાભનું નામ લેવા પર ભડકી જયા બચ્ચન  શું બચ્ચન પરિવારમાં કોઈ મતભેદ
Advertisement

અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને (Jaya Bachchan) સંસદમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લીધો હતો. તે દરમિયાન તે ફરી એક વાર ગુસ્સે થયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમિતાભ બચ્ચનના નામ લેવા પર તેમને ગુસ્સો આવ્યો હતો. થયું એવું કે, જ્યારે રાજ્યસભામાં ભાષણ આપવા માટે જયા બચ્ચન (Jaya Bachchan)નું નામ બોલવામાં આવ્યું ત્યારે તેમનું નામ સંબોધવાથી તેઓ ખુશ જનતા નહતા. ગૃહના ઉપાધ્યક્ષે તેમને જયા બચ્ચન (Jaya Bachchan)ને બદલે જયા અમિતાભ બચ્ચન' કહ્યા, જેના પર તેમણે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે બજેટ પર ભાષણ આપતી વખતે તેમને પોડિયમ પરથી 'જયા અમિતાભ બચ્ચન' કહીને સંબોધ્યા ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો હતો. જો તમે માત્ર જયા બચ્ચન (Jaya Bachchan) કહ્યું હોત તો પણ મને ખબર પડી ગઈ હોત. તાના પર ઉપાધ્યક્ષ હરિવંશ રાયે કહ્યું કે, સીટની આગળ આખું નામ લખેલું છે તેથી તેણે તેનો ઉલ્લેખ કર્યો.

ઉપાધ્યક્ષના જવાબ પર જયા બચ્ચનથી ગુસ્સે...

જયા બચ્ચન (Jaya Bachchan) ઉપાધ્યક્ષના જવાબથી ખુશ જણાતી નહતી અને કહ્યું કે આ એક નવી રીત છે કે મહિલાઓ તેમના પતિના નામથી ઓળખશે. તેઓ અસ્તિત્વમાં નથી. તેની પોતાની કોઈ સિધ્ધિઓ નથી. આ સિવાય સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) રાજધાની દિલ્હી કોચિંગ સેન્ટરમાં 3 વિદ્યાર્થીઓના મોતનો ઉલ્લેખ કરતા ભાવુક થઇ ગયા અને કહ્યું કે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. વિદ્યાર્થીઓના મૃત્યુ પર બધાએ શોક વ્યક્ત કર્યો, પરંતુ તેમના પરિવાર વિશે કોઈએ કંઈ વિચાર્યું નહીં. તેમણે વધુમાં કહ્યું કે, આ મુદ્દે રાજકારણ દુર્ભાગ્યપૂર્ણ છે. જયા બચ્ચને (Jaya Bachchan) કહ્યું કે, આ ખૂબ જ પીડાદાયક બાબત છે કે આપને વિદ્યાર્થીના મોત પર રાજકારણ કરીએ છીએ. આપણે આનાથી ઉપર ઉઠવું જોઈએ. અમે 3 યુવાનો ગુમાવ્યા છે. આપણે કરુણા અને બુદ્ધિથી બોલવું જોઈએ.

Advertisement

Advertisement

ગયા અઠવાડિયે પણ જયા ગૃહમાં ગુસ્સામાં હતી...

ગયા અઠવાડિયે પણ જયા બચ્ચન (Jaya Bachchan) રાજ્યસભામાં ગુસ્સે થયા હતા. ત્યારબાદ જયાએ ઉપાધ્યક્ષ જગદીપ ધનખર પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. ગૃહની કાર્યવાહી દરમિયાન જયા કોઈ મુદ્દા પર પૂરક પ્રશ્ન પૂછવા માંગતા હતા, પરંતુ શાસક પક્ષના કેટલાક સાંસદોએ અટકાવવાનું શરૂ કર્યું. આ વાતથી જયા ગુસ્સે થઈ ગઈ અને અધ્યક્ષને કહ્યું, “મને નવાઈ લાગે છે કે કોઈ પણ સાંસદ કે મંત્રી ઉભા થઈને મને સવાલ કરે, તમે અહીં બેઠા છો, અને તમે તેમને રોકતા પણ નથી. જો અમારી જગ્યાએથી કોઈ ઊભું થાય, તો તમે તેને અટકાવો છો, હું તમારી પાસેથી આવી કોઈ અપેક્ષા રાખતી નથી." આ મામલે ઉપાધ્યક્ષ ધનખરે કહ્યું, "મને લાગે છે કે હું દરેક માટે ન્યાયી છું."

આ પણ વાંચો : Bihar Accident : હાજીપુરમાં ઝડપી ટ્રકે રિક્ષાને મારી ટક્કર, 3 મહિલા સહિત 5 ના મોત...

આ પણ વાંચો : OMG! માણસના પ્રાઈવેટ પાર્ટમાંથી 16 ઈંચ લાંબી દૂધી નીકળી, ડૉક્ટર પણ રહી ગયા દંગ, જાણો સમગ્ર ઘટના...

આ પણ વાંચો : Delhi Coaching Centre Incident : દિલ્હી પોલીસે MCD ને મોકલી નોટિસ, અધિકારીઓની કરાશે પૂછપરછ...

Tags :
Advertisement

Trending News

.

×