Japan નું રોકેટ લોન્ચિંગ થયું અસફળ, વિસ્ફોટ થતા સ્પેસ સેન્ટરને પહોંચ્યું નુકસાન
- વિસ્ફોટના કારણે સ્પેસ સેન્ટરને નુકસાન પહોંચ્યું
- Epsilon S નું એન્જિન આ પહેલા પણ ફેલ થયું હતું
- કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરી રહ્યા
Japan Epsilon S explosion : Japan ની અંતરિક્ષ સંસ્થા JAXA ને તાજેતરમાં એક નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. 26 નવેમ્બરના રોજ JAXA દ્વારા અંતરિક્ષ માટે Epsilon S ના ઈન્જિનનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રશિક્ષણ દરમિયાન એક ભયાવહ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે જાપાનના આગામી અંતરિક્ષ મિશન માટે અનેક મુશ્કેલીઓ આવી શકે છે. કારણ કે... JAXA એ જણાવ્યું છે કે, માર્ચના અંત સુધીમાં આ રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કરવાની યોજના છે. પરંતુ હવે, આ રોકેટ લોન્ચમાં મુશ્કેલીઓ આવી રહી છે.
વિસ્ફોટના કારણે સ્પેસ સેન્ટરને નુકસાન પહોંચ્યું
જોકે JAXA એ જ્યારે Epsilon S રોકેટ લોન્ચ કર્યું હતું. ત્યારે Epsilon S માં લગાવવામાં આવેલા બીજા ચરણા ઈન્જિનમાં શરૂ થયા પછી આશરે 49 સેકેન્ડ બાદ વિસ્ફોટ થયો હતો. જેના કારણે Epsilon S માં આગ લાગી હતી. ત્યારે આ જાપાનમાં આ ઘટના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા તનેગાશિમાં સ્પેસ સેન્ટરમાં થઈ હતી. જોકે આ વિસ્ફોટમાં કોઈ જાનહાની નોંધાય નથી. જોકે આ Epsilon S માં થયેલા વિસ્ફોટના કારણે સ્પેસ સેન્ટરને નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો: 970 વર્ષો પહેલા થયેલા સુપરનોવા વિસ્ફોટનો રાજ વૈજ્ઞાનિકોએ કર્યો ઉજાગર
❗️🚀🇯🇵 - Japan's space agency, JAXA, had to abort an engine test for the Epsilon S rocket due to an explosion during the test at the Tanegashima Space Center.
The incident, which happened 49 seconds after ignition, not only caused a fire but also damaged the facility, though no… pic.twitter.com/WEYwrqb7Hu
— 🔥🗞The Informant (@theinformant_x) November 26, 2024
Epsilon S નું એન્જિન આ પહેલા પણ ફેલ થયું હતું
JAXA ના રોકેટ મિશનના પ્રમુખ તાકાયુકી ઈમોટોએ જણાવ્યું છે કે, અમે નિરાશ છીએ કે અમે અમારી ધારણા ઉપર સફળતા ના મેળવી શક્યા. પરંતુ સારી વાત એ છે કે, આ અસળતા અમને જમીન ઉપર જ મળી છે. તેના કારણે Epsilon S માં કેટલી ખામીઓ રહેલી છે, તેનું અનુમાન સરળતાથી મેળવી શકાશે. જોકે Epsilon S નું એન્જિન આ પહેલા પણ ફેલ થયું હતું. ગત વર્ષે એક પ્રશિક્ષણ દરમિયાન Epsilon S નું એન્જિન બંધ થયું હતું.
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરી રહ્યા
JAXA એ IHI એરોસ્પેસ સાથે મળીને આ રોકેટ બનાવ્યું છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. JAXA ની બીજી મોટી રોકેટ શ્રેણી H3 મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. તેણે આ વર્ષે ત્રણ સફળ રોકેટ લોન્ચ કર્યા છે. પરંતુ Epsilon S ની વારંવારની નિષ્ફળતાને કારણે જાપાનના અંતરિક્ષ મિશનમાં સતત વિલંબ આવી રહ્યો છે.
આ પણ વાંચો: ભૂગર્ભ જળને પેટાળમાંથી ખેંચવાથી પૃથ્વી એક તરફ 31.5 ઈંચ સુધી નમી ગઈ