Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Janmashtami 2024: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી, દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર

શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી દેશના અનેક મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રાજ્યમાં ડાકોર, શામળાજી, દ્વારકા અને ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ અમદાવાદમાં અનેક મંદિરોમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી   Janmashtami:દેશભરમાં જન્માષ્ટમી(Janmashtami) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં...
janmashtami 2024  શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી  દ્વારકા  ડાકોર  શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર
  1. શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
  2. દેશના અનેક મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી
  3. રાજ્યમાં ડાકોર, શામળાજી, દ્વારકા અને ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ
  4. અમદાવાદમાં અનેક મંદિરોમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી

Advertisement

Janmashtami:દેશભરમાં જન્માષ્ટમી(Janmashtami) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ વચ્ચે મંદિરો, રસ્તાઓ અને ચોકોમાં વિશેષ શણગાર જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના મથુરાથી લઈને ગુજરાતના દ્વારકા સુધીના મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. સવારે મંગળા આરતી સાથે કૃષ્ણ જન્મજયંતિના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. મુખ્ય કૃષ્ણ મંદિરો ઉપરાંત અન્ય મંદિરોમાં પણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ નંદલાલાની જન્મજયંતિ નિમિત્તે સર્વત્ર આનંદ છવાયો હતો.

Advertisement

ભક્તોમાં અનેરો ઉત્સાહ

તમામ મંદિર પરિસરમાં ભક્તો 'હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી', 'મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે'ના નાદ લગાવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરીને આર્શીવાદ મેળવી રહ્યા છએ. અમદાવાદના તમામ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે અને ઈસ્કોન મંદિરમાં એક સાથે અલગ અલગ દેશોમાંથી પણ વર્ચ્યુઅલ જન્માષ્ટમી(Janmashtami)ની ઉજવણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જન્માષ્ટમી પર ભંડારાના મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઈસ્કોન મંદિરમાં ભગવાનના ખાસ વાઘા વૃંદાવનથી લાવવામાં આવ્યા છે અને તેની આશરે કિંમત 5 લાખ રૂપિયા છે. ઈસ્કોન મંદિરમાં વિદેશી ફૂલોથી ભગવાનના પારણાનો શણગાર કરવામાં આવ્યો છે.

Advertisement

પાંડવોને મદદ કરીને ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો

આજે 27 ઓગસ્ટના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના કારણે જ કંસ, જરાસંધ, કલયવન જેવા રાક્ષસોનો વધ થયો હતો. પાંડવોને મદદ કરીને ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો. આમ ભગવાને અધર્મનો નાશ કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું કામ કર્યું હતું.

આ પણ  વાંચો-Janmashtami : દેશભરમાં ઉજવાઈ કૃષ્ણ જન્માષ્ટમી, ભક્તોએ કહ્યું- નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ...

CM ભૂપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા, ભગવાનના દર્શનનો લ્હાવો લીધો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે, વ્હાલનાં વધામણાં કરવા માટે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે અને સામાન્ય જનતાની મુખ્યપ્રધાને પણ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો છે. ભક્તોની ભીડ વચ્ચે સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોતાના કાફલા સાથે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે. ભગવાનના જન્મોત્સવને લઈને જગતના નાથના મુખ્યમંત્રીએ વધામણાં કર્યા છે અને જગતના નાથની સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે.

આ પણ  વાંચો-Janmashtami : દેશ-વિદેશમાં જન્માષ્ટમીની ઉજવણી, મંદિરોમાં ભક્તો ઉમટ્યા, મથુરા-વૃંદાવનમાં ભવ્ય ઝાંખી...

 અમદાવાદમાં અનેક મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી

અમદાવાદના જગન્નાથ મંદિર, સોલા ભાગવત, રાધે ક્રિષ્ના મંદિર, ઈસ્કોન મંદિર સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે તમામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

આ પણ  વાંચો-Heavy rains: ગુજરાત માટે 48 કલાક ભારે, તંત્રમાં હરકતમાં, મુખ્ય સચિવે બેઠક યોજી

શામળાજીમાં ભગવાનના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમીની ભારે ધામધૂમથી અને આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ભક્તો ભગવાનના જન્મોત્સવની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપાલવના તોરણથી લઈને તમામ નાની નાની તૈયારીઓ કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.