'જાનાથા અમેરિકા પહોંચ ગયે ડોમિનિકાની જેલ...!', અમેરિકા મોકલવાનું કહીને 9 ગુજરાતીઓને એજન્ટે કરી દીધાં ગાયબ!
ગુજરાતનાં લોકોને વેદેશ જવાની એવી ઘેલછા છે કે, કાયદેસર હોય કે ગેરકાયદેસર લોકો વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને અમેરિકા (United States of America) જવા માટે ગુજરાતીઓ ગેરકાયદેસર રસ્તા અપનાવતા હોય છે. ત્યારે વધુ એક...
ગુજરાતનાં લોકોને વેદેશ જવાની એવી ઘેલછા છે કે, કાયદેસર હોય કે ગેરકાયદેસર લોકો વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને અમેરિકા (United States of America) જવા માટે ગુજરાતીઓ ગેરકાયદેસર રસ્તા અપનાવતા હોય છે. ત્યારે વધુ એક ગુજરાતી યુવક છેલ્લા 6 મહિનાથી ગુમ થયાની ફરિયાદ તેની પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતમાંથી એક સાથે 9 જેટલા લોકો અમેરિકા જવા નીકળ્યા બાદ છેલ્લા ચાર માસથી પરિવારજનો સાથે સંપર્ક વિહોણા બનતા હવે પોલીસે આ મામલે એક એજન્ટની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વાઘપુરના યુવક ભરત દેસાઈને અમેરિકા જવાના ઈચ્છા થતાં તેણે આ બાબતે મહેસાણા એજન્ટ દિવ્યેશ પટેલ અને કલોલના ડિંગુચાના એજન્ટ મનોજ કુમારનો સંપર્ક કર્યો હતો. જેમાં એજન્ટ સાથેની મુલાકાત બાદ એજન્ટ્સે ભરત દેસાઈને અમેરિકા પહોંચાડવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો અને 70 લાખ રૂપિયામાં વર્ક પરમિટ પર લઈ જવાની વાત કરી હતી.
20 લાખ રૂપિયા વ્યાજે લાવ્યા
જોકે 20 લાખ રૂપિયા વ્યાજે લાવ્યા બાદ એક તરફ વ્યાજખોરોનો ત્રાસ તો બીજી તરફ પોતાના પતિ સહિત પરિવાર માટે આવેલી આફત માટે સતત ચાર માસની રાહ જોયા બાદ આજે ફરિયાદ નોંધાવાય છે. જોકે છેલ્લા ચાર માસમાં એજન્ટોએ પ્રતિ દિવસ નિત નવા બહાના બતાવી આજે દિન સુધી સતત છેતરપિંડી કરાતા હવે પરિવારજનોની ધીરજ પણ ખૂટી રહી છે. પોતાના વહાલસોયા ત્રણ સંતાનો સહિતના પરિવારજનો માટે આખરે પોલીસનો સહારો મેળવી પતિને પાછો લાવવાની પરિવારજનો વિનંતી કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતના આવા 9 યુવાનો ગુમશુદા હોવાની વાત બહાર આવતા સમગ્ર ગુજરાતમાં પણ ખળભળાટ સર્જાયો છે.
8 જાન્યુઆરી 2023ના રોજ ભરતભાઇ અમેરિકાના જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા
તારીખ 8 જાન્યુઆરી 2023ના રોજ ભરતભાઇ અમેરિકાના જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં એજન્ટ દિવ્યેશભાઇએ ભરતભાઇને મુંબઈ જવાની ફ્લાઇટમાં બેસાડ્યા હતા. મુંબઇ પહોંચ્યા બાદ ભરતભાઇએ પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે મુંબઇથી હું પહેલા એમસ્ટર્ડમ (નેધરલેન્ડ) જવાનો છું. ત્યાં ચાર-પાંચ દિવસ રોકાઇને પોર્ટ ઓફ સ્પેન જઇશ. પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા બાદ ભરતભાઇએ પત્નીને ફોન કર્યો હતો કે હવે અહીંથી ડોમિનિકા જવાનું છે. ભરતભાઇ ડોમિનિકા પહોંચ્યા હતા અને આ દરમિયાન 15 દિવસ સુધી પતિ-પત્ની વચ્ચે ફોન પર વાત થઇ હતી, પરંતુ 4 ફેબ્રુઆરી 2023 પછી પતિ સાથે કોઈ વાત થઈ નથી.
4 ફ્રેબુઆરીના રોજ થયેલી પત્ની સાથેની વાત એ તેમની અંતિમ વાત
મહત્વનું છે કે, આ વાત 4 ફ્રેબુઆરીના રોજ થયેલી પત્ની સાથેની વાત એ તેમની અંતિમ વાત હતી. ત્યારથી ભરત દેસાઈ સંપર્ક વિહોણો થયો છે. આ ઘટનાને 6 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. પતિનો કોઈ સંપર્ક ન થતાં આ બાબતે ભરત દેસાઈની પત્ની ચેતના રબારીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે એજન્ટ્સ વિરુદ્ધ છેંતરપિંડીની ફરિયાદી નોંધાવી છે. જે મામલે પોલીસે આ ઘટનામાં ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં મહેસાણાના એજન્ટ દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે.
ઘૂષણખોરી કરતા 9 જેટલા લોકો ડોમિનિકામાં પકડાયા
આ મામલે પોલીસે એજન્ટ દિવ્યેશ પટેલની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરતાં જણાવ્યું છે કે, ગેરકાયદેસર ઘૂષણખોરી કરતા 9 જેટલા લોકો ડોમિનિકામાં પકડાઈ ચૂક્યા છે. જે ઘટના બાદ હવે ભરત દેસાઈના પરિવારે કેન્દ્ર સરકારને આ બાબતે ફસાયેલા લોકોને મદદ કરવા અપીલ કરી છે. આ અંગે સાબરકાંઠા SP વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, વિદેશ ગયેલા 8 વ્યક્તિઓ સહિત હજુ કોઈને વિદેશ મોકલવામાં આવ્યા છે કે નહીં સાથે તે લોકો હાલ ક્યા છે તેની વિગતો એજન્ટ મહેન્દ્રભાઇ ઉર્ફે એમ.ડી. બળદેવભાઇ પટેલની ઘરપકડ બાદ જ સામે આવશે.
અમેરિકા જવા નીકળેલા 9 લોકોનો કોઈ પત્તો નહીં
- પ્રાંતિજના વાઘપુરના ભરત દેસાઈ
- ગાંધીનગરના કલોલના અંકિત કાંતિભાઈ પટેલ
- મહેસાણાના આબલીયાસણના કિરણકુમાર તુલસીભાઈ પટેલ
- ગાંધીનગરના સરઢવના અવનીબેન જીતેન્દ્રકુમાર પટેલ
- મહેસાણાના હેડુવાના સુધીરકુમાર હસમુખભાઈ પટેલ
- નડિયાદના ઉત્તરસંડાના પ્રતિકભાઈ હેમંતભાઈ પટેલ
- મહેસાણાના સિપોરના નીખીલકુમાર પ્રહલાદભાઈ પટેલ
- મહેસાણાના આબલીયાસણના ચંપાબેન ફતેસિંહ વસાવા
- ગાંધીનગરના નારદીપુરના ધ્રુવરાજસિંહ બલવંતસિંહ વાઘેલા
આ પણ વાંચો : Jyoti Maurya Case : જો SDM નથી, તો જ્યોતિ મૌર્ય કયા પદ પર છે?, જાણો કોણે કર્યો હતો આવો દાવો…
Advertisement