Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

​​Jamnagar : GG હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અચાનક દર્દીઓથી ઊભરાયો, બાળકો સહિત 100 થી વધુ લોકો દાખલ

હાપા વિસ્તારની એલગ્ન સોસાયટીમાં લોકોને ફૂડ પોઇઝનિંગ 30 બાળકો સહિત 100 થી વધુને અસર GG હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અસરગ્રસ્તોથી ઊભરાયો ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવની (Ganeshotsav) ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વિધ્નહર્તાની ભક્તિનાં રંગે રંગાયા છે. જો કે,...
​​jamnagar   gg હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અચાનક દર્દીઓથી ઊભરાયો  બાળકો સહિત 100 થી વધુ લોકો દાખલ
  1. હાપા વિસ્તારની એલગ્ન સોસાયટીમાં લોકોને ફૂડ પોઇઝનિંગ
  2. 30 બાળકો સહિત 100 થી વધુને અસર
  3. GG હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અસરગ્રસ્તોથી ઊભરાયો

ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવની (Ganeshotsav) ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વિધ્નહર્તાની ભક્તિનાં રંગે રંગાયા છે. જો કે, આ વચ્ચે જામનગરમાંથી (​​Jamnagar) એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હાપા વિસ્તારમાં આવેલ એલગ્ન સોસાયટીમાં રાખેલ ભોજન સમારંભ બાદ 30 બાળકો સહિત 100 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થયું હતું. આથી, તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતાં જીજી હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ (Trauma Ward) અસરગ્રસ્તોથી ઊભરાયો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Bhavnagar SOG પોલીસે 2.58 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

એલગ્ન સોસાયટીમાં બાળકો સહિત 100 લોકોને ફૂડ પોઇઝનિંગ

જામનગરનાં (​​Jamnagar) હાપા વિસ્તારમાં આવેલી એલગ્ન સોસાયટીમાં ત્યારે દોડધામ મચી જ્યારે એક સાથે 100 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થયું હતું. તમામ લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ થતાં તાત્કાલિક તબીબ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, હાલ મોટાભાગનાં દર્દીઓની તબિયતમાં સુધારો થયો હોવાના અહેવાલ છે. વિગતે વાત કરીએ તો, એલગ્ન સોસાયટીમાં ગણેશ પંડાલમાં (Ganesh Pandal) ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Chhotaudepur: શું ગૃહપતિ બાળકોને માર મારતા હતા? ગુજરાત ફર્સ્ટે તપાસ માટે છાત્રાલયની લીધી મુલાકાત

30 બાળકો સહિત 100 થી વધુને અસર

આ ભોજન સમારંભમાં સોસાયટીનાં લોકોએ બટેટા સાથે ભાત આરોગ્યા હતા. જે પછી 30 બાળકો સહિત 100 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. આથી, સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલ (GG Hospital) ખસેડવામાં આવ્યા હતા. આથી, હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ દર્દીઓથી ઊભરાઈ ગયો હતો. હાલત, એટલી કફોડી બની હતી કે એક બેડ પર બે દર્દીઓને સારવાર આપવી પડી હતી. દર્દીઓને તબીબ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ત્વરિત સારવાર આપવામાં આવી હતી. હાલ, મોટાભાગનાં દર્દીઓની હાલતમાં સુધારો થયો છે. લોકોને ફૂડ પોઇઝનિંગ કયાં કારણોસર થયું તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ, જાણો તેમની કાર્યસિદ્ધિની વિગતો

Tags :
Advertisement

.