Jamnagar : પ્રજાસત્તાક પર્વ પહેલા જામસાહેબ શત્રુશૈલ્યજીનો ખાસ સંદેશ, વ્યક્ત કરી ચિંતા!
- પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામસાહેબ શત્રુશૈલ્યજીનો સંદેશ (Jamnagar)
- જામસાહેબ શત્રુશૈલ્યજીનો જામનગરવાસીઓને સંદેશ
- દેશમાં ફેલાતા હિન્દુ-મુસ્લિમ વિખવાદ મુદ્દે કરી ટિપ્પણી
- હિન્દુ-મુસ્લિમ વિખવાદથી ડરી ગયો છું : જામસાહેબ
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે પ્રજાસતાક પર્વની (Republic Day) ઉજવણી કરવામાં આવશે. ત્યારે પ્રજાસત્તાક પર્વનાં એક દિવસ પહેલા જામસાહેબ શત્રુશૈલ્યજીએ (Jamsaheb Shatrushailyaji) જામનગરવાસીઓને ખાસ સંદેશ પાઠવ્યો છે. તેમણે દેશમાં ફેલાતા હિન્દુ-મુસ્લિમ વિખવાદ મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું કે, મને ખૂબ જ ડર લાગે છે. હું હિન્દુ-મુસ્લિમ વિખવાદથી ડરી ગયો છું. આ ભયંકર દુ:સાહસમાં ન પડવાનું પસંદ કરું છું. કારણ કે, જામનગરનાં (Jamnagar) મુસ્લિમો મારા ભાઈ-બહેન છે.
આ પણ વાંચો - Kutch : ધો. 10 માં અભ્યાસ કરતી સગીરાનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો!
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામસાહેબ શત્રુશૈલ્યજીનો સંદેશ
આવતીકાલે સમગ્ર દેશમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી કરવામાં આવશે. આ પહેલા જામસાહેબ શત્રુશૈલ્યજીએ જામનગરવાસીઓને (Jamnagar) ખાસ સંદેશ આપ્યો છે. તેમણે હિન્દુ-મુસ્લિમ વિખવાદને લઈ ચિંતા વ્યક્ત કરી છે અને આમાં ન પડવા અને વિખવાદથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે. જામસાહેબ શત્રુશૈલ્યજીએ કહ્યું કે, હાલ દેશમાં ફેલાતા હિન્દુ-મુસ્લિમ (Hindu-Muslim) વિખવાદથી મને ખૂબ જ ડર લાગી રહ્યો છે.
આ પણ વાંચો - Banaskantha : ઘાણા ગામે લક્કી ડ્રો કૌભાંડનો મામલો, પોલીસની મોટી કાર્યવાહી
આ ભયંકર દુ:સાહસમાં ન પડવાનું પસંદ કરું છું : જામસાહેબ
જામસાહેબે કહ્યું કે, હિન્દુ-મુસ્લિમ વિખવાદથી ડરી ગયો છું. તેમણે કહ્યું કે, આ ભયંકર દુ:સાહસમાં ન પડવાનું પસંદ કરું છું. કારણ કે, જામનગરનાં મુસ્લિમો મારા ભાઈ-બહેન છે. બંને સિંધ અને કચ્છથી અમારી સાથે આવ્યા હતા અને હંમેશા મારા પરિવારને વફાદાર રહ્યા છે. જાણસાહેબે કહ્યું કે, હું તેમની સંભાળ રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. તેમણે કહ્યું કે, ભારતનાં કેટલાક ભાગોમાં અને વિશ્વનાં કેટલાક ભાગોમાં મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે થઈ રહેલા દુષ્કૃત્યોથી હું સંપૂર્ણપણે ડરી ગયો છું.
આ પણ વાંચો - સાધ્વી બનવા 'Mahakumbh' આવેલી ડિઝાને ગુરુજીએ શું કહ્યું ? Gujarat First સાથે ખાસ વાતચીત