ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગર : Mayor, MLA અને MP નો વિવાદ વકર્યો, જૈન સમાજના આગેવાનોએ વ્યક્ત કરી નારાજગી

ભાજપના જ ત્રણ નેતાઓ જાહેરમાં રકઝક કરતા કેમેરામાં શું કેદ થયા, જામનગરમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રિવાબા દ્વારા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારીને જાહેરમાં અપમાનિત શબ્દો ઉચ્ચાર્યા બાદ જામનગરમાં ભાજપ માટે જાણે મુશ્કેલીઓની શરૂઆત થઇ હોય...
10:16 PM Aug 19, 2023 IST | Hardik Shah

ભાજપના જ ત્રણ નેતાઓ જાહેરમાં રકઝક કરતા કેમેરામાં શું કેદ થયા, જામનગરમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રિવાબા દ્વારા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારીને જાહેરમાં અપમાનિત શબ્દો ઉચ્ચાર્યા બાદ જામનગરમાં ભાજપ માટે જાણે મુશ્કેલીઓની શરૂઆત થઇ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જીહા, આ સમગ્ર વિવાદમાં ત્રણ ભાજપના નેતાઓની પ્રતિક્રિયાઓ આવ્યા બાદ હવે મેયરના સમર્થનમાં જૈન સમાજના આગેવાનો આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ત્રણ મહિલા નેતાઓનો વિવાદ વકર્યો

મળતી માહિતી અનુસાર, મેયરને રિવાબા દ્વારા બોલવામાં આવેલા શબ્દો બાદ જૈન સમાજના આગેવાનો શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. જ્યા શહેર ભાજપના પ્રમુખને ધારાસભ્ય દ્વારા જાહેરમાં મેયરને અપમાનિત શબ્દો કહેવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલા ગઈકાલે મેયરના પરીવાર શહેર ભાજપના પ્રમુખને રજૂઆત કરી હતી. જામનગરમાં ત્રણ ભાજપ મહિલા નેતાઓ વચ્ચે થયેલા વિવાદ બાદ તેમની પ્રતિક્રિયાઓ પણ આવી અને જે મામલો શાંત થઇ જશે તે જણાતું હતું તેને અચાનક હવા મળી હોય તેવું એકવાર ફરી લાગી રહ્યું છે.

મારા કુટુંબીજનોને સમગ્ર વિવાદ બાદ દુઃખ થયું : મેયર બીનાબેન કોઠારી

જણાવી દઇએ કે, આ અંગે રિવાબા અને સાસંદ પૂનમ માડમ મીડિયા સમક્ષ પોતાની વાતને રજૂ કરી ચુક્યા છે. વળી જામનગરના મેયર બીનાબેન કોઠારીએ પણ આજે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું હતું કે, હુ જે પરિવારથી આવું છું તે ખૂબ જ સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવાર છે. મારો પરિવાર અને મારા કુટુંબીજનો મોટી સંખ્યામાં અહીંયા રહે છે. તે તમામને આ સમગ્ર વિવાદ બાદ દુઃખ થયું છે. મારા પરિવારને આ સમગ્ર વિવાદ બાદ એવું લાગી રહ્યુ છે કે, અમે જે સામાજીક પ્રતિષ્ઠા બનાવી છે તેને હાની પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેટલે જ તેમણે ભાજપ પ્રમુખને પોતાની રજૂઆત કરી છે. તે સમયે જે ઔકાતની વાત થઇ તો મારે તે જાણવું છે કે, ઔકાત એટલે ? મારા મતે ઔકાત ત્રણ પ્રકારની હોય છે, જે મારી વ્યક્તિગત હોઇ શકે, આર્થિક હોઇ શકે, મારી પારાવારીક હોઇ શકે અથવા સામાજીક હોઇ શકે. મારા પરિવારને આ અંગે અપશબ્દ જેવું લાગ્યું છે એટલે જ તેમણે જામનગર પ્રમુખને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

શું હતો સમગ્ર મામલો ?

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેરના મેયર બીનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આ ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઝઘડામાં સાંસદ અને મેયર એક તરફ અને ધારાસભ્ય રિવાબા જાડેજા બીજી તરફ હતા. વાયરલ વીડિયોમાં જ્યારે રિવાબાએ ‘ઔકત’ અને ‘વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી’ જેવા શબ્દો બોલ્યા ત્યારે સાંસદ પૂનમ મેડમ અને મેયર બીનાબેન કોઠારીએ પણ ગુસ્સામાં પ્રતિક્રિયા આપી હતી. વાયરલ વીડિયોમાં કેટલાક શબ્દો સ્પષ્ટ સંભળાતા નથી કારણ કે અન્ય અવાજો પણ આવી રહ્યા છે. પરંતુ એવું લાગતું હતું કે ત્રણેય વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. રિવાબાના ગુસ્સા બાદ મેયર બીનાબેન કહે છે, “તમે અહીંથી જાવ.” આ પછી સાંસદ પૂનમ મેડમ પણ રિવાબાને કહે છે, “તે મેયર છે. તમારા કરતા મોટી ઉંમરના છે.”

આ પણ વાંચો – Rivaba Jadeja સાથે રકઝક મામલે MP Poonam Madam ની સ્પષ્ટતા, કહ્યું, આ ગેરસમજથી થયું

આ પણ વાંચો – એવું શું થયું કે MLA રિવાબા મેયર બીનાબેન પર થયા ગુસ્સે ? જાહેરમાં જોવા મળી રકઝક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPJamnagar NewsMari Mati Maro DeshMayorPoonamben MaadamRivabaRivaba Jadejathree women leaders
Next Article