Jamnagar: વિલા મોઢે પરત ફર્યા ઉમેદવારો, સો. મીડિયામાં આવેલ જાહેરાત બાબતે જેટકોએ કર્યો મોટો ખુલાસો
- જામનગરમાં જેટકો કંપનીના ભરતી વિવાદમાં ખુલાસો
- જાહેરાતમાં છેડછાડ કરવામાં આવી હોવાનો જેટકોનો દાવો
- સો. મીડિયામાં જાહેરાત સાથે છેડછાડ થતાં ઉમેદવારો ઉમટ્યા
- અસંતુષ્ટ ઉમેદવારોએ જેટકોમાં રજૂઆત કરી અરજી આપી
જામનગર ખાતે જેટકોમાં લાઈન મેન એપ્રેન્ટિસની ભરતીને લઈ જેટકો દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આજે જામનગર જેટકોની કંપની ખાતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્યભરમાંથી એક સાથે 400 થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. જે બાબતે જેટકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, માત્ર ત્રણ જીલ્લાનાં ઉમેદવારોને જ બોલાવાયા છે. લાઈન મેનની એપ્રેન્ટીસની ભરતી અંગે જેટકોએ મહિના પૂર્વ જાહેરાત આપી હતી. જેટકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જાહેરાતમાં છેડછાડ કરવામાં આવી છે. અમે માત્ર જામનગર, દ્વારકા અને પોરબંદરનાં ઉમેદવારો પૂરતી જ જાહેરાત આપી હતી. સોશ્યલ મીડિયામાં આવેલ જાહેરાત સાથે છેડછાડ થતા અન્ય જીલ્લાનાં ઉમેદવારો આવી ગયા હતા. અસંતૃષ્ટ ઉમેદવારોએ જેટકોમાં આ બાબતે રજૂઆત કરી અરજી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ MLA Kumar Kanani : BJP ધારાસભ્ય કુમાર કાનાણીના ગૃહમાં આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ!
ઘરના પૈસા ખર્ચી દૂરથી આવેલા ઉમેદવારોને પરત જવા જેટકોએ જણાવ્યું
ઘરના પૈસા ખર્ચી દૂરથી આવેલા ઉમેદવારોને પરત જવા જેટકોએ જણાવ્યું છે. જામનગરમાં જેટકો એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં. આ દરમિયાન ઉમેદવારો એ હોબાળો કરતા વાતાવરણ ગરમાવ્યું હતું. જેમાં માત્ર ત્રણ જિલ્લાના ઉમેદવારોને બોલાવ્યા હતાં. જેમાં વધુ ઉમેદવારો આવતા હોબળો થયો છે. આ સમગ્ર ઘટના અંગે જેટકોના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા માત્ર જામનગર દ્વારકા સહિત ત્રણ જિલ્લાના ઉમેદવારોને જ બોલાવ્યા હતાં જ્યારે ઉમેદવારો એવું જણાવી રહ્યા હતાં કે ભરતીની જાહેરાતમાં ક્યાય પણ ત્રણ જિલ્લાનો ઉલ્લેખ જ નથી. જેટકો દ્વારા ત્રણ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી આવેલા ઉમેદવારોને સ્વખર્ચે પરત જવાનું કહેતા ઉમેદવારો રોષે ભરાયા હતા.
આ પણ વાંચોઃ Gandhinagar : વિધાનસભા પહોંચ્યા પૂર્વ નાયબ CM નીતિન પટેલ, કહ્યું - કેટલાક કામગીરી બતાવવા..!
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા 400 થી વધુ ઉમેદવારો ઉમટી પડયા
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા 400 થી વધુ ઉમેદવારો ઉમટી પડયા હતા. રાજ્યભરમાંથી ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે પહોંચ્યા હોવાથી હવે માત્ર ત્રણ જિલ્લાનું કહેતા તે સિવાયના ઉમેદવારોને પરત ફરવાનું જેટકો દ્વારા જણાવાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. અને ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar : વિપક્ષે સરકાર પર કર્યા પ્રહાર, કોર્ટમાંથી ફાઈલ ગુમ થવા મામલે ધારાસભ્ય-મંત્રી આમને સામને