Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jamnagar : ધ્રોલમાં એક સાથે 748 હિન્દુ પરિવારોએ ઉચ્ચારી ધર્માંતરણની ચીમકી, કારણ ચોંકાવનારું!

જામનગરનાં ધ્રોલનાં 748 હિન્દુ પરિવારોની ધર્માંતરણની ચીમકી સાથે CM ને પત્ર ધર્માંતરણ માટે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરને ગણાવ્યા જવાબદાર પોતાના વિસ્તારમાં માંસ-મટનનો કચરો બેફામ ફેંકાતો હોવાનો આરોપ વર્ષોની રજૂઆત છતાં ઉકેલ નહીં આવ્યાનો લગાવ્યો આરોપ જામનગરનાં (Jamnagar) ધ્રોલમાંથી ચોંકાવનારા...
08:44 AM Aug 02, 2024 IST | Vipul Sen
  1. જામનગરનાં ધ્રોલનાં 748 હિન્દુ પરિવારોની ધર્માંતરણની ચીમકી સાથે CM ને પત્ર
  2. ધર્માંતરણ માટે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરને ગણાવ્યા જવાબદાર
  3. પોતાના વિસ્તારમાં માંસ-મટનનો કચરો બેફામ ફેંકાતો હોવાનો આરોપ
  4. વર્ષોની રજૂઆત છતાં ઉકેલ નહીં આવ્યાનો લગાવ્યો આરોપ

જામનગરનાં (Jamnagar) ધ્રોલમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ધ્રોલમાં 748 હિન્દુ પરિવારોએ (Hindu Families) ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી હોવાનો એક પત્ર હાલ ખૂબ જ વાઇરલ થયો છે. આ પત્ર વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ, ધ્રોલનાં સાત ડેરી મંદિર વિસ્તારનાં લોકોએ CM ને આ પત્ર લખ્યો છે અને તેમાં ધર્મ પરિવર્તન કરવાની વાત કરી છે. વાઇરલ પત્રમાં ધર્માંતરણ માટે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરને જવાબદાર ગણાવ્યા છે. પોતાનાં વિસ્તારમાં વર્ષોથી માંસ-મટનનો કચરો બેફામ ફેંકાતો હોવાની સમસ્યાને લઈ વારંવાર રજૂઆત છતાં પણ ઉકેલ નહીં આવતા ધર્માંતરણની (Conversion) ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો - Rajkot: જેતપુર, ધોરાજી અને જેતલસરમાં મોબાઇલ ટાવરમાંથી ચોરી કરતા બે આરોપી ઝડપાયા

748 હિન્દુ પરિવારોએ ધર્માંતરણની ચીમકી ઉચ્ચારી

જામનગરનાં (Jamnagar) ધ્રોલ વિસ્તારમાંથી હચમચાવે એવા સમાચાર આવ્યા છે. ધ્રોલમાં (Dhrol) સાત ડેરી મંદિર વિસ્તારમાં રહેતા 748 હિન્દુ પરિવારોએ મુસ્લિમ ધર્મ (Islam) અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે પરિવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel ) એક પત્ર પણ લખ્યો છે જે હાલ વાઇરલ થયો છે. આ વાઇરલ પત્રમાં (Viral Latter) આરોપ લગાવવામાં આવ્યો છે કે ધર્માંતરણ માટે સ્થાનિક ધારાસભ્ય (MLA) અને કોર્પોરેટર જવાબદાર છે. પોતાના વિસ્તારમાં માંસ-મટનનો કચરો બેફામ ફેંકાતો હોવાની સમસ્યાને લઈ સ્થાનિક હિન્દુ પરિવારો દ્વારા વર્ષોથી વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચો - Bharuch: રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એક્ટ્રોસિટીનો ગુનો દાખલ, માતાની ધરપકડ

ધર્માંતરણ માટે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરને ગણાવ્યા જવાબદાર

આથી કંટાળીને અંતે 748 હિન્દુ પરિવારોએ મુસ્લિમ ધર્મ આંગીકાર કરવાની નિર્ણય કર્યો હોવાનો આરોપ છે. માહિતી મુજબ, હિન્દુ પરિવારોએ આ મામલે કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તન માટેની મંજૂરી પણ માગી છે. સાથે મુખ્યમંત્રીને લખેલા પત્રની નકલ હિન્દુ સેનાનાં આગેવાન, રાજકીય આગેવાનો અને અધિકારીઓને પણ મોકલી છે. જો કે, 748 હિન્દુ પરિવાર દ્વારા ધર્માંતરણની ચીમકીનો અને વર્ષોની વ્યથા વર્ણવતો તેજાબી શબ્દો સાથેનો પત્ર વાઇરલ થતાં ખળભળાટ મચ્યો છે. ચોતરફ આ પત્રને લઈ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા શું અને ક્યારે પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો - ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા

Tags :
748 Hindu FamiliesChief Minister Bhupendra PatelconversionConvert to IslamDhrolDhrol CorporatorDhrol MLAGujarat FirstGujarati NewsHindu familiesJamnagarSaat Deri Mandir VistarViral Latter
Next Article