ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jamnagar : જામ સાહેબની તબિયત નાદુરસ્ત, શુભચિંતકોને પાઠવ્યો આ ખાસ સંદેશ

તબીબોએ જામ સાહેબની તબિયત અતિગંભીર હોવાનું જણાવ્યું છે.
12:03 PM Nov 07, 2024 IST | Vipul Sen
  1. Jamnagar ના જામ સાહેબની તબિયત નાદુરસ્ત
  2. જામ શત્રુશલ્યસિંહજી લાંબા સમયથી બીમાર છે
  3. તબીબોએ જામ સાહેબની તબિયત અતિગંભીર હોવાનું જણાવ્યું
  4. જામસાહેબે શુભચિંતકોને રૂબરૂ મળવા ન આવે તેવો સંદેશ પાઠવ્યો

જામનગરનાં (Jamnagar) જામ સાહેબ જામ શત્રુશલ્યસિંહજીની તબિયત વધુ નાદુરસ્ત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જામ શત્રુશલ્યસિંહજી (Jam Saheb Jam Shatrusalyasinhji) છેલ્લા ઘણા સમયથી બીમાર છે. તબીબોએ જામ સાહેબની તબિયત અતિગંભીર હોવાનું જણાવ્યું છે. જામ સાહેબે પોતાનાં શુભચિંતકોને સંદેશ પાઠવ્યો છે કે તેઓ રૂબરૂ મળવા ન આવે અને ફોન કોલ્સ પણ નહીં કરવા સંદેશમાં અપીલ કરી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જામ સાહેબે વારસ તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની પસંદગી કરી હતી.

આ પણ વાંચો -Surat : મોલની ડિઝાઈન, ઇમરજન્સી એક્ઝિટ અંગે ચોંકાવનારા ખુલાસા! તંત્રની કાર્યવાહી સામે પણ સવાલ

તબીબોએ જામ સાહેબની તબિયત અતિગંભીર હોવાનું જણાવ્યું

જામનગરનાં (Jamnagar) રાજવી પરિવારનાં રાજકુંવર જામ શત્રુશલ્યસિંહજીની (Jam Saheb Jam Shatrusalyasinhji) તબિયત વધુ નાદુરસ્ત થઈ હોવાના સમાચાર છે. તબીબોએ જામ સાહેબની તબિયત અતિગંભીર હોવાનું જણાવ્યું છે. જામ સાહેબ છેલ્લા ઘણા સમયથી બીમાર છે. દરમિયાન, જામ સાહેબે તેમના શુભચિંતકોને સંદેશ પાઠવી અપીલ કરી છે. જામ સાહેબે શુભચિંતકોને રૂબરૂ મળવા ન આવવા અને ફોન કોલ્સ પણ ન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો -Ahmedabad : ગેલેરીમાંથી પડતું મૂકી પરિણીતાએ આપઘાત કર્યો, કારણ ચોંકાવનારું!

જામ સાહેબે પોતાના શુભચિંતકોને પાઠવ્યો સંદેશ

જણાવી દઈએ કે, જામનગર રાજવી પરિવારનાં વંશજ જામ સાહેબે તાજેતરમાં પોતાના વારસ તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની (Cricketer Ajay Jadeja) પસંદગી કરી હતી. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરનાં સાંસદ રહી ચૂક્યા છે. જ્યારે, અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનાં જાણિતા ખેલાડી રહ્યા છે. જો કે, તેમણે રમતમાંથી નિવૃત્ત લઈ લીધી છે.

આ પણ વાંચો - Surendranagar : વાડીમાં સૂતા હતા પિતા-પુત્ર, મોડી રાતે તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા અજાણ્યા શખ્સો અને..!

Tags :
Breaking News In GujaratiCricketer Ajay JadejaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati Newshealth of Prince Jam ShatrushalyasinghjiJam Saheb Jam ShatrushalyasinghjiJamnagarJamsahebLatest News In GujaratiNews In Gujarati
Next Article