Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામનગર : ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સિઝનના પહેલા વરસાદમાં જ મેઘરાજાએ સૌરાષ્ટ્રના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ત્યારે દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે પડી રહેલા ભારે વરસાદ વચ્ચે CM ભુપેન્દ્ર પટેલ...
જામનગર   ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા cm ભૂપેન્દ્ર પટેલ

સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સિઝનના પહેલા વરસાદમાં જ મેઘરાજાએ સૌરાષ્ટ્રના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ત્યારે દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે પડી રહેલા ભારે વરસાદ વચ્ચે CM ભુપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, જામનગરમાં પડી રહેલા ભારે વરસાદથી લોકોના ઘરમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં મુલાકાતે આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Advertisement

મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.મુખ્યમંત્રી સાથે આ વેળાએ કૃષિમંત્રી રાઘવજી પટેલ,સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી,કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

Advertisement

મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ અવિરત વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આ પણ વાંચો : હાઈકોર્ટનો ‘તત્કાલ આત્મસમપર્ણ’નો આદેશ થયો અને તિસ્તા અને તેમના પતિએ મોબાઈલ ફોન બંધ કરી દીધાં ?

Tags :
Advertisement

.