Jammu & Kashmir : પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક સૈનિકો ઘાયલ થવાની આશંકા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) ના પૂંછમાં એરફોર્સના વાહનો (Air Force vehicles) ના કાફલા પર આતંકી હુમલો (terrorist attack) થયો છે. આ હુમલામાં ઘણા સૈનિકો ઘાયલ (Many soldiers Injured) થવાની આશંકા છે. રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે. સૈનિકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં જવાનો પર આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર ગોળીબાર કર્યો હતો. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે, આ ફાયરિંગની ઘટનામાં એરફોર્સના જવાનો સહિત 5 જવાન ઈજાગ્રસ્ત થયા છે. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરનકોટના સનાઈ ગામમાં ગોળીબારના અહેવાલ મળ્યા હતા અને સૈન્ય અને પોલીસ કર્મચારીઓને વિગતો મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર પુંછ જિલ્લાના મેધાત પેટા વિભાગમાં ગુરસાઈ મુરી ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા નજીક થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંદૂકધારી આતંકવાદીઓએ સરકારી શાળા નજીક MES અને IAF વાહન પર ગોળીબાર કર્યો હતો, જેનાથી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ ગોળીબાર અનંતનાગ-રાજૌરી-પુંછ લોકસભા મતવિસ્તારમાં થયો હતો, જ્યાં ચૂંટણી પંચ દ્વારા મતદાન ફરીથી નક્કી કરવામાં આવ્યું છે. હવે 25મી મેના રોજ મતદાન થશે.
An Indian Air Force vehicle convoy was attacked by terrorists in the Poonch district of J&K. The local Rashtriya Rifles unit has started cordon and search operations in the area. The vehicles have been secured inside the air base in the General area near Shahsitar. Military… pic.twitter.com/y5uMnAUBfw
— ANI (@ANI) May 4, 2024
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે અને ત્યાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યા છે. બાંદીપોરા પોલીસે સોશિયલ મીડિયા મંચ X પર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું કે, "ભારતીય આર્મી-13 આરઆર, બાંદીપોરા પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 3જી બટાલિયન દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન, ઉત્તર કાશ્મીર જિલ્લાના ચાંગાલી જંગલ, અરગામમાં એક આતંકવાદી ઠેકાણાનો ભાંડો ફોડ્યો છે. ઉત્તર પ્રદેશમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કાયદાની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
આ પણ વાંચો - Bandipora Encounter : જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ સાથે અથડામણમાં ભારતીય સેનાના બે જવાન ઈજાગ્રસ્ત