Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu Kashmir : અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર, સેના પર કર્યો મોર્ટાર હુમલો

જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બીએસએફ પર મોર્ટાર હુમલો પણ થયો હતો. જોકે, તે દિવાલમાં ઘુસી ગયો હતો. સેના પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી....
jammu kashmir   અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર  સેના પર કર્યો મોર્ટાર હુમલો

જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બીએસએફ પર મોર્ટાર હુમલો પણ થયો હતો. જોકે, તે દિવાલમાં ઘુસી ગયો હતો. સેના પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી. પાકિસ્તાન તરફથી ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે પાકિસ્તાની રેન્જર્સ તરફથી અચાનક ગોળીબાર થયો હતો. આ પછી મોર્ટાર વડે હુમલો પણ થયો હતો. આ પછી BSF એ પણ જવાબી ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાએ અરનિયા સેક્ટરમાં સરહદને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.

Advertisement

આપને જણાવી દઈએ કે, આ પહેલા દિવસે, સેનાએ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સેનાએ કાર્યવાહીમાં પાંચ અજાણ્યા આતંકીઓને પણ ઠાર કર્યા હતા. કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે માહિતી આપતાં કહ્યું હતું કે કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં થયેલા ઓપરેશનમાં અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Encounter : જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકવાદી ઠાર

Tags :
Advertisement

.