Jammu Encounter : આ વર્ષે અત્યાર સુધીમાં 15 જવાનો થયા શહીદ, 25 આતંકવાદીઓ પણ માર્યા ગયા...
જમ્મુમાં આતંકીઓને ખતમ કરવા માટે સેનાનું ઓપરેશન ચાલુ છે. દરમિયાન, આ વર્ષે જમ્મુના ત્રણ જિલ્લામાં સૈન્ય કાર્યવાહીનો અહેવાલ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર 15 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે. 25 આતંકવાદીઓ માર્યા ગયા અને 22 અન્ય લોકોએ જીવ ગુમાવ્યા.
બુધવારે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે આ વિસ્તારોમાં સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવે છે. જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે. જમ્મુના રાજૌરી વિસ્તારમાં ગઈકાલે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સેનાના બે અધિકારીઓ સહિત ચાર સેનાના જવાનો સામેલ હતા, જેમણે રાજૌરી જિલ્લાના બજીમલ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં જીવ ગુમાવ્યો હતો.
આ પહેલા 20 એપ્રિલ અને 5 મેના રોજ પૂંછના મેંઢર વિસ્તારમાં અને રાજૌરીના કાંડી જંગલમાં ઓચિંતા હુમલામાં પાંચ કમાન્ડો સહિત 10 જવાનોએ જીવ ગુમાવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સરહદી જિલ્લા રાજૌરી અને પૂંછ અને નજીકના રિયાસી જિલ્લામાં આતંકવાદ સંબંધિત હિંસામાં 47 લોકોના મોત થયા છે.
જ્યારે આ વર્ષે રાજૌરીમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 10 સુરક્ષા કર્મચારીઓ સહિત 24 લોકોએ જીવ ગુમાવ્યો હતો, પૂંછ જિલ્લામાં 15 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. રિયાસી જિલ્લામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો : Uttarkashi Tunnel Accident : 40 એમ્બ્યુલન્સ, ગેસ માસ્ક, સ્ટ્રેચર, 15 ડોકટરોની ટીમ, હેલિકોપ્ટર, જાણો કેવી છે તૈયારી…