Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu and Kashmir : રાજૌરીના નૌસેરામાં બે સંદિગ્ધ દેખાતા દોડધામ, સુરક્ષા દળોએ તપાસ હાથ ધરી...

જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir )માં સતત આતંકી હુમલા થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડા એમ ત્રણ સ્થળોએ આતંકવાદી હુમલા થયા છે. હવે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં બે આતંકીઓને જોવાનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા દળોએ અહીં...
jammu and kashmir   રાજૌરીના નૌસેરામાં બે સંદિગ્ધ દેખાતા દોડધામ  સુરક્ષા દળોએ તપાસ હાથ ધરી
Advertisement

જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir )માં સતત આતંકી હુમલા થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડા એમ ત્રણ સ્થળોએ આતંકવાદી હુમલા થયા છે. હવે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં બે આતંકીઓને જોવાનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. સુરક્ષા દળોમાં વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જમ્મુમાં ચાર સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.

Advertisement

9 જૂને રિયાસીમાં પહેલો હુમલો...

સૌથી પહેલા 9 જૂને જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir )ના રિયાસીમાં આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલો 9 જૂને સાંજે 6.15 વાગ્યાની આસપાસ થયો હતો. ઓચિંતો છાપો મારીને બેઠેલા આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું તે બાદ બસ કાબૂ બહાર થઇ અને ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસ હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વીસ્તારમાં છુપાયા હતા.

Advertisement

Advertisement

કઠુઆ હુમલામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા...

આ પછી, મંગળવારે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના કઠુઆના એક ગામમાં ઘૂસ્યા હતા. આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકી માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ઝડપી કરી દેવામાં આવ્યું છે. કઠુઆ જિલ્લાના એક ગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોનું ઓપરેશન શરુ થયું હતું. આ જિલ્લાના હિરાનગર સેક્ટરના સૌદા સુખલ ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષાદળોના ઓપરેશનમાં CRPF નો એક જવાન પણ શહીદ થયો છે. કઠુઆમાં મંગળવારે સાંજે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જમ્મુ-કાશ્મીરના બે ડીઆઈજી રેન્ક અને એસએસપી રેન્કના અધિકારીઓની કારને પણ નુકસાન થયું હતું. આ હુમલામાં આ અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો.

દોડમાં પણ થયો આંતકી હુમલો...

આ પછી જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ આતંકીઓએ હુમલો કર્યો હતો. ત્રણ દિવસમાં આ ત્રીજો હુમલો છે. ડોડામાં સેનાના ઓપરેટિંગ બેઝ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચે અથડામણ શરુ થઇ. ડોડાના છત્રકલાકમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાનો સહિત છ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)નો પણ સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.

અચાનક કેમ વધી રહ્યા છે આતંકી હુમલાઓ?

જમ્મુ અને કાશ્મીરમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા આતંવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ભય ફેલાવવા માંગે છે. આ માટે તેઓ એક પછી એક ઝડપથી આતંકી હુમલાઓ કરી રહ્યા છે. ઈન્ટેલીજન્સ ઇનપુટ્સ અનુસાર, ફાલ્કન સ્ક્વોડ તરીકે ઓળખાતી TRF ની ઓફશૂટ હીટ સ્ક્વોડ આવા હુમલાઓ કરે છે. આતંકવાદીઓની આ ગેંગમાં વિદેશી આતંકવાઈઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય હાલના દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની લાંબી કતારો પણ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના નેતાઓને પરેશાન કરી રહી છે. તેથી, આ તત્વો કોઈપણ ભોગે ઘાટીમાં શાંતિનું વાતાવરણ ડહોળવા માંગે છે.

આ પણ વાંચો : ‘ટેન્કર માફિયા સામે શું પગલાં લીધાં?’ SC એ દિલ્હી સરકારને લગાવી ફટકાર…

આ પણ વાંચો : Chandrababu Naidu : ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણે લીધા શપથ, PM મોદી અને અમિત શાહ રહ્યા હાજર…

આ પણ વાંચો : Delhi : શાળાઓ બાદ મ્યુઝિયમ પણ આતંકીઓના નિશાને, 15 મ્યુઝિયમમાં બોમ્બ!

Tags :
Advertisement

Trending News

.

×