Jammu and Kashmir : પુંછ હાઈવે પર મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, 20 ના મોત...
ગુરુવારે, જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના રાજૌરી જિલ્લામાં ભક્તોને લઈને જતી બસ રસ્તા પરથી ખાબકીને ખાડામાં પડી જતાં 20 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના કાલીધર વિસ્તારમાં બસ રસ્તા પરથી લપસીને લગભગ 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. તેણે જણાવ્યું કે બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો...
જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના ઘટી હતી. ઘાયલોને જમ્મુ (Jammu and Kashmir)ની મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ઘણા મુસાફરોની હાલત નાજુક છે.
#UPDATE अखनूर बस दुर्घटना | बस के गहरी खाई में गिर जाने से 21 लोगों की मृत्यु हो गई है और 40 लोग घायल हुए हैं। शवों को उप जिला अस्पताल (SDH) अखनूर ले जाया गया है। बचाव अभियान जारी है: जम्मू-कश्मीर पुलिस https://t.co/gQgy5ZzybY
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024
બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી...
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશ નંબરની આ બસ જમ્મુ (Jammu and Kashmir)થી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસમાં 60 થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે એસડીએમ અખનૂર લેખ રાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ બચાવ કાર્યમાં લાગેલા છે.
આ પણ વાંચો : દેશમાં ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ક્યારે આવશે મેઘસવારી ?
આ પણ વાંચો : FIRE : નોઈડામાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં AC વિસ્ફોટને કારણે ભીષણ આગ
આ પણ વાંચો : Insurance : હવે 1 કલાકમાં આપવી પડશે કેશલેસ સારવારની મંજૂરી