Jammu and Kashmir : બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર...
જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir )માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બારામુલ્લા જિલ્લાના હદીપોરા ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોપોર પોલીસ સ્ટેશનના હદીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષાદળો સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે. હાલમાં એન્કાઉન્ટરને લગતી વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે.
ગત દિવસે પણ થયું હતું ફાયરિંગ...
મહત્વનું છે કે, મંગળવારે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir )ના પુંછ જિલ્લામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ મામલે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir ) પોલીસે કહ્યું, "આ વિસ્તારમાં આતંકીઓ વિશે ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષાદળો દ્વારા પુંછ જિલ્લામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું તે દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર થયો હતો.
શ્રીનગર બન્યું રેડ ઝોન...
તમને જણાવી દઈએ કે, શ્રીનગર પોલીસે મંગળવારે કહ્યું હતું કે, ડ્રોન નિયમો, 2021 ના નિયમ 24(2) ની જોગવાઈઓ અનુસાર, શ્રીનગરને તાત્કાલિક અસરથી ડ્રોન અને ક્વોડકોપ્ટર્સના સંચાલન માટે 'અસ્થાયી રેડ ઝોન' જાહેર કરવામાં આવ્યું છે. શ્રીનગર પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, "રેડ ઝોનમાં તમામ અનધિકૃત ડ્રોન ઓપરેશન્સને ડ્રોન નિયમો, 2021 ની સંબંધિત જોગવાઈઓ અનુસાર સજા થઇ શકે છે."
આ પણ વાંચો : Spicejet Flight SG476: દિલ્હીથી દરભંગા જતી ફ્લાઈટમાં AC બંધ થતા શ્વાસ રુંઘાવા જેવી સ્થિતિ
આ પણ વાંચો : BMW Car Accident : ફૂટપાથ પર સૂઈ રહેલા વ્યક્તિ પર સાંસદની દીકરીએ ચડાવી BMW કાર
આ પણ વાંચો : Delhi : રાજૌરી ગાર્ડન વિસ્તારના બર્ગર કિંગ આઉટલેટમાં રેપિડ ફાયરિંગ, 1 શખ્સનું મોત