Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu and Kashmir : સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, રિયાસીમાં 2 થી 3 આતંકીઓ ફસાયા

સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની માહિતી સામે આવી છે. રિયાસીમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે. ચોક્કસ બાતમી...
jammu and kashmir   સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ  રિયાસીમાં 2 થી 3 આતંકીઓ ફસાયા
Advertisement
  1. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર
  2. આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન
  3. બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની માહિતી સામે આવી છે. રિયાસીમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે. ચોક્કસ બાતમી મળ્યા બાદ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા...

પોલીસે જણાવ્યું કે ચાસણા પોલીસ સ્ટેશનના શિકારી વિસ્તારમાં સંપર્ક સ્થાપિત થયો છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2-3 આતંકીઓ ફસાયા છે. આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ આજે સવારે જ CASO ને તૈનાત કરવામાં આવ્યું હતું. આને લગતી વધુ માહિતી બહાર આવી રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Tirupati Laddu Controversy : હવે થશે આ મોટો ફેરફાર, મંદિર પ્રશાસનનું આવ્યું નિવેદન, બોર્ડે આપી સ્પષ્ટતા

Jammu and Kashmir માં BSF બસને નડ્યો અકસ્માત

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સીમા સુરક્ષા દળ (BSF)ની બસને અકસ્માત નડ્યો. આ દુર્ઘટનામાં ત્રણ જવાનોના મોતની આશંકા છે, જ્યારે 26 જવાનો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. BSF ની આ ટીમ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણીની ફરજ માટે જઈ રહી હતી. BSF ની બસને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને ખાનસાહેબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં તૈનાત માટે સૈનિકો સાથે દક્ષિણ કાશ્મીર (Jammu and Kashmir)ના પુલવામાથી બડગામ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો.

આ પણ વાંચો : ફરી આવશે ચક્રવાતી તોફાન! 18 રાજ્યોમાં થશે મુશ્કેલી, જાણો IMD નું લેટેસ્ટ અપડેટ

Tags :
Advertisement

Trending News

.

×