Jaipur News : કોણ છે સુખદેવસિંહ ગોગામેડી, આ મોટી ગેંગે આપી હતી જાનથી મારી નાખવાની ધમકી... Video
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે બાદ સમગ્ર રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સુખદેવ સિંહ ગોગામેડી રાજસ્થાનમાં રાજપૂત રાજકારણનો મોટો ચહેરો છે. લોકેન્દ્ર સિંહ કાલવીના મૃત્યુ પછી સુખદેવ સિંહને સૌથી આક્રમક રાજપૂત નેતા તરીકે જોવામાં આવ્યા હતા.
કોણે આપી જાનથી મારી નાખવાની ધમકી?
રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીને લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી ધમકી મળી હતી. લોરેન્સ ગેંગના સક્રિય સભ્ય સંપત નેહરાએ સુખદેવને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગોગામેદીએ જયપુર પોલીસને મેમોરેન્ડમ પણ આપ્યું હતું. જો કે, હજુ સુધી લોરેન્સ ગેંગના કોઈ સભ્યએ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી નથી.
કોણ હતા સુખદેવ સિંહ ગોગામેડી ?
સુખદેવ સિંહ ગોગામેડીને વર્ષ 2012માં લોકેન્દ્ર સિંહ કાલવી દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ગોગામેડી બસપા તરફથી બે વખત ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જો કે, કાલવી સાથેના વિવાદ પછી, ગોગામેડીએ રાષ્ટ્રીય શ્રી રાજપૂત કરણી સેનાના નામથી એક અલગ સંગઠન બનાવ્યું હતું. વર્ષ 2018માં સુખદેવ ભદ્રાએ ભારતીય જનતા પાર્ટી પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી.
સુખદેવ સિંહ ગોગામેડી દેશમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે પદ્માવતીના શૂટિંગ દરમિયાન પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. સુખદેવ સિંહ ગોગામેડીએ ફિલ્મ પદ્માવતીનો સખત વિરોધ કર્યો હતો. આખરે મેકર્સે ફિલ્મનું નામ બદલીને 'પદ્માવત' કરી દીધું. છેલ્લા ઘણા દિવસોથી લોરેન્સ ગેંગ સાથે તેની અથડામણના અહેવાલો હતા.
આ પણ વાંચો : Jaipur : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા