Jaipur ના કોચિંગ સેન્ટરમાં 20 થી વધુ વિદ્યાર્થિનીઓ બેભાન, 7 ICU માં દાખલ
- ઝેરી Gas ફેલાતા 24 Students ઓ બેભાન થઈ ગઈ
- ઘટનાસ્થળ પર વિદ્યાર્થી નેતા નિર્મલ ચૌધરી પહોંચ્યા
- ગટરમાંથી નીકળેલા ઝેરી Gasને કારણે શક્ય છે આ ઘટના બની
દેશમાં વધુ એકવાર Gas લીકના કારણે મોટી દુર્ઘટના સર્જાય છે. આ વખતે આ બેદરકારીનો ભોગ બાળકો બન્યા છે. જોકે આ પહેલા પણ દેશમાં અનેક એવા કિસ્સાઓ થયેલા છે, જેમાં બાળકોને સરકાર અથવા ખાનગી સંસ્થાઓની બેદરકારીના કારણે પોતાના જીવ ગુમાવવો પડ્યો હોય. ત્યારે આ મામલો તાજેતરમાં Jaipur માંથી સામે આવ્યો છે.
ઝેરી Gas ફેલાતા 24 Students ઓ બેભાન થઈ ગઈ
એક અહેવાલ અનુસાર, Jaipur ના ગોપાલપુરા વિસ્તારમાં Utkarsh Coaching Center માં ઝેરી Gas ફેલાતા 24 Students ઓ બેભાન થઈ ગઈ છે. જોકે 7 વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર હોવાને કારણે તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના SHO કવિતા શર્માના જણાવ્યા અનુસાર, કોચિંગમાં Gasનો કોઈ સ્ત્રોત નથી. કોચિંગની તમામ બારીઓ બંધ હતી. વર્ગ દરમિયાન દરવાજો પણ બંધ હતો. Utkarsh Coaching Center માં ઝેરી Gas ના સાધનો નથી અને Gasની પાઇપલાઇન પણ નથી. આવી સ્થિતિમાં આ તીવ્ર ગંધ કેવી રીતે આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Zakir Hussain Passed Away : વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
ઘટનાસ્થળ પર વિદ્યાર્થી નેતા નિર્મલ ચૌધરી પહોંચ્યા
જોકે આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં લોકો વિદ્યાર્થિનીઓને બેભાન હાલતમાં Utkarsh Coaching Centerમાંથી બહાર નીકાળી રહ્યા છે. હાલમાં, પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર ચાંપતો બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત ઘટનાસ્થળ પર Jaipur ના વિદ્યાર્થી નેતા નિર્મલ ચૌધરી પહોંચ્યા હતા. ત્યારે Utkarsh Coaching Center ના સત્તાધીશો અને નિર્મલ ચૌધરી વચ્ચે અથડામણ થયું હતું.
ગટરમાંથી નીકળેલા ઝેરી Gasને કારણે શક્ય છે આ ઘટના બની
હાલમાં, પોલીસ આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે. Utkarsh Coaching Centerની નજીક આવેલી ગટરની પાઈપ ટૂટી જતા તેમાંથી નીકળેલા ઝેરી Gasને કારણે આ વિદ્યાર્થિનીઓ બેભાન થઈ હતી. તે ઉપરાંત હોસ્પિટલમાં લઈ જવામાં આવેલી વિદ્યાર્થિનીની હાલતમાં સુધારો આવી રહ્યો છે.
આ પણ વાંચો: CM Devendra Fadnavis નું પ્રથમ મંત્રીમંડળ, જુઓ મંત્રીઓની યાદી