ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jaipur Building Collapse : બે માળની ઇમારત ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો ફસાયાની આશંકા...

રાજસ્થાનની રાજધાની જયપુરથી એક મોટી દુર્ઘટના જવાહર નગર વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી ઘટના બાદ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો રાજસ્થાનની રાજધાની જયપુરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. ગુરુવારે મોડી સાંજે અહીં જવાહર નગર વિસ્તારમાં મામા હોટલ...
09:45 PM Aug 29, 2024 IST | Dhruv Parmar
  1. રાજસ્થાનની રાજધાની જયપુરથી એક મોટી દુર્ઘટના
  2. જવાહર નગર વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી
  3. ઘટના બાદ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો

રાજસ્થાનની રાજધાની જયપુરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. ગુરુવારે મોડી સાંજે અહીં જવાહર નગર વિસ્તારમાં મામા હોટલ પાસે બે માળની ઈમારત ધરાશાયી (Building Collapse) થઈ હતી. ઈમારતના કાટમાળ નીચે અનેક વાહનો દટાઈ ગયા છે અને કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના રાત્રે 8.30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ઘટના બાદ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર આ ઈમારત નિર્માણાધીન હતી. ગુરુવારે જ ઈમારતની દીવાલમાં તિરાડ પડી હતી, જે બાદ રાતે જ ઈમારત ધરાશાયી (Building Collapse) થઈ ગઈ હતી. દુર્ઘટના સમયે બિલ્ડિંગની અંદર કેટલા લોકો હતા તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. જો કે, અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી કે કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : Maharashtra : છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કેવી રીતે પડી? નિષ્ણાતે જણાવ્યું કારણ...

બાંધકામ ગેરકાયદેસર રીતે ચાલતું હતું...

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી આ ઈમારત 4 દુકાનો પર બની રહી હતી. JCB ની મદદથી કાટમાળ હટાવવાની તૈયારી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં છેલ્લા 2 વર્ષથી ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓએ આ અંગે કંઈ કર્યું ન હતું. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે જે જગ્યાએ ઈમારત પડી ત્યાં જ્યુસની દુકાન હતી, જ્યાં કેટલાક બાળકો પણ હતા.

આ પણ વાંચો : "હું બંદૂક અને બળાત્કારની ધમકીઓથી ડરતી નથી", Kangana Ranaut એ આપ્યું મોટું નિવેદન

Tags :
Gujarati NewsIndiaJaipur Breaking NewsJaipur Building CollapseJaipur NewsNationalRajasthan
Next Article