Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષકોનો રાફડો ફાટ્યો..સુરતમાં 3 Teacher...!

સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો આવ્યા સામે બનાસકાંઠા બાદ સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો સુરત શહેરમાં પણ આવા ત્રણ શિક્ષકો મળી આવ્યા પગાર ચાલુ અને શિક્ષકો વિદેશ ફરવા ચાલ્યા ગયા Teacher : રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષકો (Teacher) નો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠા...
રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષકોનો રાફડો ફાટ્યો  સુરતમાં 3 teacher
  • સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો આવ્યા સામે
  • બનાસકાંઠા બાદ સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો
  • સુરત શહેરમાં પણ આવા ત્રણ શિક્ષકો મળી આવ્યા
  • પગાર ચાલુ અને શિક્ષકો વિદેશ ફરવા ચાલ્યા ગયા

Teacher : રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષકો (Teacher) નો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકો સામે આવ્યા બાદ સુરત શહેરમાં પણ હવે ગુલ્લીબાજ શિક્ષકો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં અત્યારે 160થી વધુ શિક્ષકો ગુલ્લીબાજ હોવાનું બહાર આવ્યું છે જેમાં 60 શિક્ષકો વિદેશમાં છે જ્યારે અન્ય 70 શિક્ષકો કોઇપણ કારણ દર્શાવ્યા વગર જ સ્કૂલમાં આવતા નથી. 18 બિમાર છે જ્યારે 3 શિક્ષક પર પોલીસ કેસ છે

Advertisement

દાંતા તાલુકામાં 4 શિક્ષકો શાળામાં આવતા જ ના હોવાનું બહાર આવ્યું

તાજેતરમાં બનાસકાંઠામાં દાંતા તાલુકામાં 4 શિક્ષકો શાળામાં આવતા જ ના હોવાનું બહાર આવ્યું છે. જિલ્લાના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં 4 શિક્ષકોને નોટિસ અપાઈ છે જેમાં પાંસા ગામની ભાવનાબેન પટેલ, મગવાસ ગામના જય ચૌહાણ, રાણપુર ઉદાવાસની બીના પટેલ અને હડાદ ગામની સોહા પટેલને નોટિસ અપાઈ છે અને તેનો રીપોર્ટ પણ જિલ્લા કક્ષાએ મોકલેલ છે. ભાવનાબેન પટેલ દ્વારા અમેરિકાના શિકાગોથી વીડિયો મોકલવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારૂલબેન મહેતા મારી પાસે રૂપિયાની માંગણી કરી છે.

આ પણ વાંચો---- મોડા તો મોડા પણ શિક્ષણ વિભાગ જાગ્યું ખરૂ! Danta તાલુકાના 4 શિક્ષકોને નોટિસ

Advertisement

અડધો પગાર ચાલુ હોય અને શિક્ષકો વિદેશ ફરવા ચાલ્યા

હવે સુરત મહાનગરમાં પણ આવા જ ગુલ્લીબાજ શિક્ષકો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરત શહેરમાં પણ આવા ત્રણ શિક્ષકો મળી આવ્યા છે જેમાં અડધો પગાર ચાલુ હોય અને શિક્ષકો વિદેશ ફરવા ચાલ્યા ગયા હોય તેવું બહાર આવ્યું છે.

તમામ શિક્ષકોને તમામ નોટિસ આપવા છતાં ગેરહાજર

શિક્ષણ સમિતિની તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. શિક્ષણ મંત્રીના આદેશ બાદ એક્શન લેવામાં આવ્યા છે. તપાસમાં જણાયુ કે આ શિક્ષકો પરિમિશન વગર 6 મહિનાથી ગાયબ છે. જેમાં શાળા નં. 121ના શિક્ષક નિમીષા પટેલ ગેરહાજર છે જ્યારે શાળા નં. 190 ના શિક્ષક આરતી ચૌધરી ગેરહાજર છે. અંસારી મુશા શાળા નં. 275 ના શિક્ષક ગેરહાજર છે. તમામ શિક્ષકોને તમામ નોટિસ આપવા છતાં ગેરહાજર છે.

Advertisement

આ પણ વાંચો---- Bhavnagar: ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ

Tags :
Advertisement

.