Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan-4: વધુ એક ગગનચુંબી મિશન માટે ISRO તૈયાર, ચંદ્ર પર જશે ભારતીય અવકાશયાત્રીઓ

Chandrayaan-4: ઈસરો ભારતને ખુબ જ નામના અપાવી છે. ચંદ્રયાન-3 ની સફળતાની અત્યારે વિશ્વભરમાં પ્રસંશા થઈ રહીં છે. નોંધનીય છે કે, અત્યારે અમેરિકામાં એક કાર્યક્રમમાં ચંદ્રયાન-3 મિશનના વૈજ્ઞાનિકોનું જેક' સ્વિગર્ટ જુનિયર એવોર્ડ આપીને સન્માન કર્યું હતું. વધુ વિગતે વાત કરવામાં આવે...
chandrayaan 4   વધુ એક ગગનચુંબી મિશન માટે isro તૈયાર  ચંદ્ર પર જશે ભારતીય અવકાશયાત્રીઓ

Chandrayaan-4: ઈસરો ભારતને ખુબ જ નામના અપાવી છે. ચંદ્રયાન-3 ની સફળતાની અત્યારે વિશ્વભરમાં પ્રસંશા થઈ રહીં છે. નોંધનીય છે કે, અત્યારે અમેરિકામાં એક કાર્યક્રમમાં ચંદ્રયાન-3 મિશનના વૈજ્ઞાનિકોનું જેક' સ્વિગર્ટ જુનિયર એવોર્ડ આપીને સન્માન કર્યું હતું. વધુ વિગતે વાત કરવામાં આવે તો અત્યારે ઈસરો દ્વારા ચંદ્રયાન-4 (Chandrayaan-4) ની તૈયારીઓ ચાલી રહીં છે. આ બાબતે વાત કરતા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે, ‘ચંદ્રયાન-4 એ એક એવો ખ્યાલ છે જેને આપણે હવે ચંદ્રયાન શ્રેણીની સાતત્ય તરીકે વિકસાવી રહ્યા છીએ. માનનીય વડાપ્રધાને જાહેરાત કરી છે કે 2040માં એક ભારતીય ચંદ્ર પર ઉતરશે. "તેથી, જો આવું થવું હોય, તો આપણે વિવિધ રીતે ચંદ્રની શોધ ચાલુ રાખવી પડશે.’

Advertisement

ચંદ્રયાદ-3 બાદ ઈસરોનું ધ્યાન ચંદ્રયાન-4 પર રહેશે

એસ સોમનાથે કહ્યું કે, ‘ચંદ્રયાન-4 (Chandrayaan-4) એ અવકાશયાનને ચંદ્ર પર લઈ જવા અને નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્વી પર પરત કરવા તરફનું પ્રથમ પગલું છે. તે ચંદ્ર પર જવાના અને પૃથ્વી પર પાછા આવવાના સમગ્ર ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. ISRO રોકેટ અને સેટેલાઇટ પ્રોજેક્ટ્સથી લઈને ટેક્નોલોજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સુધીના અન્ય ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હાલમાં અમારી પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે, જેમાં રોકેટ પ્રોજેક્ટ્સ, સેટેલાઇટ પ્રોજેક્ટ્સ, એપ્લિકેશન પ્રોજેક્ટ્સ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અમારી પાસે લગભગ 5-10 રોકેટ પ્રોજેક્ટ્સ, 30-40ની આસપાસ સેટેલાઇટ પ્રોજેક્ટ્સ અને 100ની આસપાસ એપ્લિકેશન પ્રોજેક્ટ્સ અને હજારોની સંખ્યામાં R&D પ્રોજેક્ટ્સ છે.’

Advertisement

2024 ભારત માટે ફળદાયી રહ્યું છે

તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ વિશ્વમાં આવું કરનારે દેશમાં અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ બન્યો છે. ચંદ્રયાન-3 સાથે ભારતે એક સૂર્ય મિશન પણ લોન્ચ કર્યું છે. નોંધનીય છે કે, 2024 ની શરૂઆતમાં જ ભારતે સૂર્યના અભ્યાસ માટે મિશન આદિત્ય એલ-1 નું પણ સફળતા પૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 2024 ઈસરો માટે ખુબ જ સફળ અને ગગનચૂંબી મિશન માટે ફળદાયી રહ્યું છે. ઈસરોની વધારે વાત કરવામાં આવે તો ભારત ત્રણ દિવસ સુધી તેના અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલશે. આ મિશન જુલાઇમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: ISRO ના Chandrayaan-3 mission ના વૈજ્ઞાનિકોને અમેરિકામાં મળ્યો ખાસ એવોર્ડ

આ પણ વાંચો: Kashmir: કાશ્મીરની દશા અને દિશા બદલાઈ, આ પ્રસિદ્ધ મંદિરના દરવાજા 35 વર્ષે ખુલ્યા

Advertisement
Tags :
Advertisement

.