ભારત ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઊભું છે : PM MODI
હમાસ (Hamas) સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ (Israel)ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ( Benjamin Netanyahu)એ ભારત(India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને કહ્યું છે કે નેતન્યાહૂએ વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત દરેક સ્વરૂપે આતંકવાદની નિંદા કરે છે. ભારત આ સમયે ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઊભું છે.
ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે મજબૂત રીતે ઉભા છે
પીએમ મોદીએ પોસ્ટ કર્યું, "હું વડા પ્રધાન નેતન્યાહૂનો તેમના ફોન કૉલ અને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ્સ આપવા બદલ આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે મજબૂત રીતે ઉભા છે. ભારત તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની નિંદા કરે છે."
વિરોધ પક્ષના નેતા યાયર લેપિડે સોમવારે તેમના દેશ પ્રત્યે સમર્થન દર્શાવવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો
અગાઉ, ઇઝરાયેલના ભૂતપૂર્વ વડા પ્રધાન અને વર્તમાન વિરોધ પક્ષના નેતા યાયર લેપિડે સોમવારે તેમના દેશ પ્રત્યે સમર્થન દર્શાવવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનિય છે કે ગાઝા પર શાસન કરતા પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસે શનિવારે સવારે ઇઝરાયેલના દક્ષિણ ભાગો પર અચાનક અને અભૂતપૂર્વ હુમલો કર્યો હતો. આ પછી ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટી પર અનેક હવાઈ હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી હતી.
આતંકવાદી હુમલાના સમાચારથી મને આઘાત લાગ્યો
હમાસના હુમલા બાદ ઈઝરાયલ સાથે એકતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ શનિવારે કહ્યું હતું કે, "ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી મને આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતોના પરિવારો સાથે છે. અમે ઈઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.