Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

War: મોટા હુમલાની થઈ રહી છે તૈયારી, 48 કલાકમાં ઉકેલ ન આવ્યો તો થશે ભયાનક યુદ્ધ!

War: દુનિયામાં અત્યારે ચારેય દિશામાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. શક્તિશાળી દેશો અન્ય દેશોને યુદ્ધની ધમકીઓ પણ આપી રહ્યાં છે. પૃથ્વી જાણે યુદ્ધ (War)ના ભય સાથે ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અત્યારે છાસવારે યુદ્ધ (War)ના...
war  મોટા હુમલાની થઈ રહી છે તૈયારી  48 કલાકમાં ઉકેલ ન આવ્યો તો થશે ભયાનક યુદ્ધ

War: દુનિયામાં અત્યારે ચારેય દિશામાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. શક્તિશાળી દેશો અન્ય દેશોને યુદ્ધની ધમકીઓ પણ આપી રહ્યાં છે. પૃથ્વી જાણે યુદ્ધ (War)ના ભય સાથે ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અત્યારે છાસવારે યુદ્ધ (War)ના સમાચાર મળી રહ્યાં છે. પહેલા આફઘાનિસ્તા અને તાલિબાન પછી રશિયા અને યુક્રેન ત્યાર બાદ ઈઝરાયેલ અને ગાજા-હમાસ, જ્યારે અત્યારે અન્ય દેશ પણ આમાં સામેલ થઈ રહ્યાં છે. નોંધનીય છે કે, ઈઝરાયેલ પર ઈરાને હુમલો કર્યો તો અમેરિકાએ ચેતાવણી આપી હતી.

Advertisement

બ્રિટિશ નાગરિકોને તાત્કાલિક ઈઝરાયેલ દેવાની અપીલ કરી

નોંધનીય છે કે, બ્રિટિશ વિદેશ કાર્યાલયે ઈઝરાયેલમાં રહેતા બ્રિટિશ નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની અપીલ કરી છે. તે જ સમયે, ફ્રાન્સે તેના નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલની મુસાફરીથી દૂર રહેવા કહ્યું છે અને તેહરાનમાં ફ્રેન્ચ રાજદ્વારીઓના પરિવારોને ફ્રાન્સ પરત મોકલવામાં આવ્યા છે. મધ્ય પૂર્વમાં ભારે તણાવને જોતા ફ્રાન્સે પોતાના નાગરિકોને ઈઝરાયેલ, ઈરાન અને લેબનોનથી દૂર રહેવાની સલાહ આપી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાન સાથેના યુદ્ધના જોખમનું મૂલ્યાંકન કરવા વરિષ્ઠ સેનાના જનરલો સાથે બેઠક કરશે.

ઇઝરાયેલ 24-48 કલાકમાં સીધા ઇરાની હુમલાની તૈયારીમાં

આ બાજુ અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે, તે ઈઝરાયેલ અને અમેરિકી સ્થાનો પર હુમલો ના કરે. તો ઇઝરાયેલ 24-48 કલાકમાં સીધા ઇરાની હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેહરાન દક્ષિણ અથવા ઉત્તર ઇઝરાયેલને નિશાન બનાવવાની આશા રાખે છે. યુએસ એમ્બેસીએ તેના કર્મચારીઓને આગળની સૂચના સુધી મધ્ય ઇઝરાયેલ, જેરુસલેમ અથવા બેરશેબાની બહાર મુસાફરી ન કરવા જણાવ્યું છે. મળતી વિગતો પ્રમાણે ઈઝરાયેલ આર્મી (IDF) અને મોસાદે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી હતી. ઈરાનના નેતા ખામેનેઈને ડર છે કે ઈઝરાયેલ મિસાઈલ અને ડ્રોન હુમલા બંધ કરશે અને પછી ઈરાનમાં વ્યૂહાત્મક લક્ષ્યો પર મોટા પાયે હુમલાઓ કરશે. એક ગુપ્તચર અહેવાલમાં જણાવાયું છે કે તેહરાન હજુ પણ તેના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. આમ છતાં ઈઝરાયેલ અને ઈરાન એકબીજા પર હુમલો કરી રહ્યા હોવાની અફવાઓ વધી છે.

Advertisement

ત્રીજા વિશ્વ યુદ્ધના વર્તાઈ રહ્યા છે એંધાણ

આ મામલે ઇઝરાયેલના વિદેશ મંત્રીએ ધમકી આપી છે કે, જો ઈરાન પોતાની જમીન પરથી ઈઝરાયેલ પર હુમલો કરશે તો તેમના દેશની સેના ઈસ્લામિક રિપબ્લિકને પણ સીધું નિશાન બનાવશે. ઈઝરાયેલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલામાં તેના જનરલના મોત બાદ બે પરંપરાગત હરીફો વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ બુધવારે નિવેદન આપ્યા બાદ તેમની ટિપ્પણીઓ આવી છે.ખામેનીએ પુનરોચ્ચાર કર્યો હતો કે આ મહિનાની શરૂઆતમાં દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાનો ઈઝરાયેલને જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો: America : જો બિડેનની ચીનને ધમકી, ‘જો દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સને કંઈ પણ થયું તો…

આ પણ વાંચો: Vietnam દેશનો સૌથી મોટા Scam! કોર્ટે એવી સજા ફટકારી કે આત્મા પણ કકળી ઉઠે

Advertisement
Tags :
Advertisement

.