ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ અપડેટ્સ : ઈઝરાયેલ સેનાએ ગાઝા પર કર્યો હવાઈ હુમલો
પેલેસ્ટાઈને ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસે શનિવારે ફક્ત 20 મિનિટમાં જ ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા હતા.અને આટલું જ નહીં, પરંતુ હમાસ જૂથે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરીને ત્યાં સેનાના વાહનો પર પણ કબજો કરી લીધો હતો.સાથે જ ત્યાં 5 સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પણ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં નાગરિકોને પણ ગોળી મારીને મારી નાખ્યા છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નોર ગિલોન દ્વારા આ હુમલાની નિંદા કરવામાં આવી છે.જેથી ઈઝરાયેલે પેલેસ્ટાઈનને પાઠ ભણાવવા માટે પોતાના ફાઈટર જેટને યુદ્ધના મેદાનમાં ઉતાર્યા છે. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કર્યું છે. ગાઝા પર હવાઈ હુમલા શરૂ થઈ ગયા છે. ઈઝરાયેલની વાયુસેનાના ડઝનબંધ ફાઈટર પ્લેન ગાઝા પટ્ટીમાં ઘણી જગ્યાએ આતંકી સંગઠન હમાસના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છે. આ વિસ્તાર બોમ્બથી ભરાઈ ગયો છે.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનું મોટું નિવેદન
આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ કહ્યું કે અમે યુદ્ધમાં ઉતર્યા છીએ. આ કોઈ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર ઘાતક હુમલો કર્યો છે. મેં પહેલા ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓની વસાહતો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મોટા પાયે હથિયારો એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે. દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.શનિવારે સવારે પેલેસ્ટિનિયન હથિયાર જૂથ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી છે. હમાસે લગભગ 20 મિનિટમાં ગાઝા પટ્ટી પરથી 5,000 રોકેટ છોડ્યા હતા. એટલું જ નહીં, તેઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી અને કેટલાક સૈન્ય વાહનોને કબજે કર્યા. આ સિવાય પાંચ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. હુમલામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેના જવાબમાં ઈઝરાયેલે પણ ચાર્જ સંભાળી લીધો છે.
#WATCH | Hamas terrorists' attack on Israel: "We are at war, not in an operation or in rounds, but at war. This morning, Hamas launched a murderous surprise attack against the State of Israel and its citizens...The enemy will pay an unprecedented price...We are at war and we will… pic.twitter.com/kxMO5Ry039
— ANI (@ANI) October 7, 2023
ઇઝરાયેલ સામે યુદ્ધ શરૂ કરીને મોટી ભૂલ કરી
પેલેસ્ટાઈનના હુમલા બાદ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, હમાસે આજે સવારે ઇઝરાયેલ સામે યુદ્ધ શરૂ કરીને મોટી ભૂલ કરી છે. તે જ સમયે, આ ઘટના પછી, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નોર ગિલોને પણ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ દ્વિપક્ષીય હુમલો કર્યો છે. જમીન અને આકાશ બંને તરફથી હુમલો થયો છે. તેમણે કહ્યું કે, યહૂદી રજાઓ દરમિયાન ગાઝાથી ઈઝરાયેલ પર સંયુક્ત હુમલો થાય છે. હમાસના આતંકવાદીઓ દ્વારા રોકેટ અને જમીનથી ઘૂસણખોરી કરવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય નથી, પરંતુ ઇઝરાયેલ જીતશે.
ઈઝરાયેલે 'યુદ્ધ રાજ્ય' જાહેર કર્યું
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે 'યુદ્ધ રાજ્ય' જાહેર કર્યું છે અને આ વિસ્તારમાં પેલેસ્ટિનિયન ટાર્ગેટ પર હુમલો કર્યો છે. જેરુસલેમ સહિત સમગ્ર ઈઝરાયેલમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. શનિવારે પેલેસ્ટાઈન તેના નિયંત્રણ હેઠળના વિસ્તાર ગાઝાથી હુમલો કર્યો. હમાસના વરિષ્ઠ લશ્કરી કમાન્ડર મોહમ્મદ ડેઇફે ઓપરેશનની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે પેલેસ્ટિનિયનોને છેલ્લી હદ સુધી કબજા સામે લડવા વિનંતી કરી. ત્યારપછી કોઈપણ ચેતવણી વિના રોકેટ હુમલા શરૂ થઈ ગયા. આ હુમલો ત્યારે થયો જ્યારે ઈઝરાયેલ યહૂદીઓની રજાઓ મનાવી રહ્યું હતું.
#WATCH | Gaza City: Visuals from Tel Aviv after barrage of rockets launched into Israel
(Source: Reuters) pic.twitter.com/2xz81sW3PR
— ANI (@ANI) October 7, 2023
હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં પ્રવેશ્યા
હમાસના બંદૂકધારીઓના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં ઇઝરાયેલની સેનાના જપ્ત વાહનો જોવા મળે છે. હમાસ જૂથના આતંકવાદીઓ ઈઝરાયેલમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઈઝરાયેલની સીમામાં ઘૂસી ગયા છે. ઇઝરાયેલ હમાસને આતંકવાદી જૂથ માને છે.ઇઝરાયેલ નાગરિકો ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘણા સૈનિકોને તેમની બેરેકમાં ગોળી વાગી છે. પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ઇઝરાયેલમાં રક્તપાત કરી રહ્યા છે
ઈઝરાયલ વિરુદ્ધ અમારું સૈન્ય અભિયાન શરૂ કર્યું
પેલેસ્ટિનિયન આર્મ્સ ગ્રુપ હમાસનો દાવો છે કે અમે ઈઝરાયલ વિરુદ્ધ અમારું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. શનિવારે સવારે ઈઝરાયેલમાં રોકેટ હુમલા થયા હતા. આ સિવાય પાંચ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. હમાસનું કહેવું છે કે ગાઝામાંથી 20 મિનિટમાં 5,000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. અલ જઝીરાએ હમાસને ટાંકીને કહ્યું કે, અમે કબજાના તમામ ગુનાઓને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જવાબદારી વિના વાતાવરણ બગાડવાનો તેમનો સમય પૂરો થઈ ગયો છે. હમાસે ઈઝરાયલ વિસ્તારમાં ઘૂસણખોરી કરતા તેના લડવૈયાઓની કેટલીક તસવીરો પણ જાહેર કરી છે. આ તસવીરોમાં આ લડવૈયાઓએ હાથમાં બંદૂક પકડી છે અને પોતાને ઢાંકી દીધા છે. કેટલાક લડવૈયાઓ ટુ-વ્હીલર પર છે અને સરહદની નજીક પહોંચતા જોવા મળે છે.
આ પણ વાંચો - RUSSIA-UKRAINE WAR : રશિયાએ યુક્રેન પર ફરી કર્યો હુમલો, બાળક સહિત 23 લોકો ઘાયલ