Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel-Iran War : ઇઝરાયેલ પિશાચ અને અમેરિકા તો.....ખામેનેઇનો આક્રોષ

ખામેનેઇએ ઈઝરાયેલને "વેમ્પાયર, વરુ" કહ્યુ અમેરિકાને કહ્યું "મેડ ડોગ" ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ યથાવત ઈરાન (Iran)ના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇ ઈઝરાયેલ (Israel) પર લગભગ 200 મિસાઈલોથી હુમલો કર્યા બાદ સતત ઉત્સાહ વધારતા જોવા મળે છે. આ વખતે...
israel iran war   ઇઝરાયેલ પિશાચ અને અમેરિકા તો     ખામેનેઇનો આક્રોષ
  1. ખામેનેઇએ ઈઝરાયેલને "વેમ્પાયર, વરુ" કહ્યુ
  2. અમેરિકાને કહ્યું "મેડ ડોગ"
  3. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ યથાવત
ઈરાન (Iran)ના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇ ઈઝરાયેલ (Israel) પર લગભગ 200 મિસાઈલોથી હુમલો કર્યા બાદ સતત ઉત્સાહ વધારતા જોવા મળે છે. આ વખતે ખામેનેઇએ ઈઝરાયેલ (Israel) અને અમેરિકા વિશે શું કહ્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. ખામેનેઇએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઈરાની સેના ઈઝરાયેલ (Israel) પર મિસાઈલ હુમલા કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં ઈરાને (Iran) બતાવવાની કોશિશ કરી છે કે પોતાની પાસે આયર્ન ડોમ જેવા હથિયાર હોવાનો દાવો કરનાર ઈઝરાયેલ (Israel) તેના ઝડપી હુમલાને બિલકુલ રોકી શક્યું નથી અને તેના પર મિસાઈલોનો વરસાદ વરસતો રહ્યો છે.
આ વીડિયો શેર કરતી વખતે ખામેનેઇએ ઈઝરાયલને વેમ્પાયર અને વરુ કહ્યા છે. જ્યારે અમેરિકાને ‘મેડ ડોગ’ નામ આપવામાં આવ્યું છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે ઈઝરાયેલ અને અમેરિકા સામે કેટલા ગુસ્સામાં છે. ખામેનેઇએ વિડિયો શેર કરતાં ઇઝરાયેલ પર ગત મંગળવારના હુમલાને યોગ્ય ઠેરવ્યો છે.

Advertisement

ખામેનેઇએ ઈઝરાયેલ પર તેમની સેનાના હુમલાને યોગ્ય ઠેરવ્યો...

અલી ખામેનેઇએ કહ્યું કે આપણા સશસ્ત્ર દળોનું શાનદાર કાર્ય સંપૂર્ણપણે કાયદેસર હતું અને ઈઝરાયેલના પિશાચ અને વરુ જેવા શાસનના પ્રદેશમાં અમેરિકન પાગલ કૂતરાના આશ્ચર્યજનક ગુનાઓ સામે કબજો જમાવનાર ઝિઓનિસ્ટ શાસન માટે સૌથી ઓછી સજા હતી. જરૂર પડ્યે ઈઝરાયલ પર આનાથી પણ મોટો હુમલો કરવાના પોતાના સંકલ્પને પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં ઈસ્લામિક રિપબ્લિક (Iran) જે પણ કામ કરશે, તે પૂરી તાકાત, દૃઢ નિશ્ચય સાથે કરશે. ઈરાન કોઈપણ સંજોગોમાં પીછેહઠ કરશે નહીં.
Tags :
Advertisement

.