Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel Hamas War : ઇઝરાયેલની સ્થાનિક મીડિયાનો મોટો દાવો, 1500 હમાસ આતંકવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ...

ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝા પટ્ટીમાં મોટાપાયે વિનાશ થયો છે. જેમાં હમાસના 475 રોકેટ સિસ્ટમ અને 73 કમાન્ડ સેન્ટર પણ નષ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના મીડિયામાં...
12:16 PM Oct 10, 2023 IST | Dhruv Parmar

ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝા પટ્ટીમાં મોટાપાયે વિનાશ થયો છે. જેમાં હમાસના 475 રોકેટ સિસ્ટમ અને 73 કમાન્ડ સેન્ટર પણ નષ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયેલા હમાસના 1500 આતંકવાદીઓ માર્યા ગયા છે.

ઇઝરાયેલની ટીવી ચેનલ 13 ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પેલેસ્ટિનિયન આતંકવાદીઓના લગભગ 1,500 મૃતદેહો ઇઝરાયેલના વિસ્તારમાં વિખરાયેલા છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ અંદાજ લગાવ્યો છે કે શનિવારે સવારથી ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરનારા સેંકડો હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદી બંદૂકધારીઓને સૈન્યએ મારી નાખ્યા છે.

ઇઝરાયેલે 23 ઇમારતો પર પણ હુમલો કર્યો જેનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સિવાય હમાસના 22 અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 704 પેલેસ્ટાઈન માર્યા ગયા હતા, જેમાં 143 બાળકો અને 105 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 4,000 લોકો ઘાયલ થયા છે.

હમાસે શનિવારે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર અચાનક હજારો રોકેટ છોડ્યા હતા. આમાં લગભગ 900 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. જેમાં 11 અમેરિકન નાગરિકો પણ સામેલ છે. આ પછી ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ શરૂ થવાની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેઓ આ હુમલાનો જવાબ એ રીતે આપશે કે હમાસની પેઢીઓ તેને યાદ રાખશે.

ત્રણેય તરફથી હુમલા ચાલુ છે

ઈઝરાયેલની ત્રણેય સેના ગાઝા પટ્ટીમાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવી રહી છે. જ્યાં ઇઝરાયેલની વાયુસેના હમાસની જગ્યાઓ પર બોમ્બમારો કરી રહી છે. આ બોમ્બ ધડાકામાં ઘણી મસ્જિદો, શરણાર્થી કેમ્પ, હમાસ કમાન્ડ સેન્ટર અને ઈસ્લામિક જેહાદ કમાન્ડ સેન્ટર પર પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં સેંકડો બહુમાળી ઈમારતોનો નાશ કર્યો છે.

ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છેઃ અમેરિકા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમેરિકા સંપૂર્ણપણે ઈઝરાયેલની સાથે છે. અમે તેમને ટેકો આપવામાં ક્યારેય નિષ્ફળ જઈશું નહીં. આજે સવારે જ્યારે મેં વડા પ્રધાન નેતન્યાહુ સાથે વાત કરી ત્યારે મેં તેમને કહ્યું કે આ આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલની જનતાની સાથે ઊભું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, ઇઝરાયેલને પોતાની અને તેના લોકોની રક્ષા કરવાનો અધિકાર છે.

બ્રિટિશ પીએમે કહ્યું- આ માત્ર આતંકવાદીઓ છે

બ્રિટિશ PMએ કહ્યું, "હમાસના લોકો ન તો ઉગ્રવાદી છે કે ન તો સ્વતંત્રતા સેનાની, તેઓ માત્ર આતંકવાદી છે. તેમના દ્વારા કરવામાં આવેલ કામ બર્બર છે. અમે જે જોયું તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આ ઘટનાઓની બે બાજુઓ છે. "ના. સંતુલનનો કોઈ પ્રશ્ન નથી. હું ઈઝરાયેલ સાથે ઉભો છું. હું તમને વચન આપું છું, હું તમને સુરક્ષિત રાખવામાં કોઈ કસર નહીં છોડીશ."

આ પણ વાંચો : Israel Hamas War : ઈઝરાયલમાં કત્લેઆમ કરનાર હમાસ ચીફ મોહમ્મદ દૈફ કોણ છે ?, જાણો કેવી રીતે બન્યો હમાસ સૈન્યનો ચીફ…

Tags :
ArmyHamashamas military wingHezbollah fightersinterferenceIsrael Hamas conflictMohammed deifPalestinePermissionsiegetalibanwarworld
Next Article