Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Hamas War: ગાઝા પર ઈઝરાયેલી સેનાએ ફરી કરી એર સ્ટ્રાઈક,30 લોકોના મોત

Israel Hamas War: ઈઝરાયેલ(Israel Hamas War)ની સેના ( Israeli Army)એ ફરી એક વખત ગાઝા (Gaza) પર ભીષણ હુમલો હુમલો કર્યો છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ અધિકારીએ આ અંગે માહિતી આપી કે મધ્ય ગાઝાના દીર અલ બલાહમાં આવેલી એક શાળા (School) પર આ...
israel hamas war  ગાઝા પર ઈઝરાયેલી સેનાએ ફરી કરી એર સ્ટ્રાઈક 30 લોકોના મોત

Israel Hamas War: ઈઝરાયેલ(Israel Hamas War)ની સેના ( Israeli Army)એ ફરી એક વખત ગાઝા (Gaza) પર ભીષણ હુમલો હુમલો કર્યો છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ અધિકારીએ આ અંગે માહિતી આપી કે મધ્ય ગાઝાના દીર અલ બલાહમાં આવેલી એક શાળા (School) પર આ હવાઈ હુલમો કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 100થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલા બાદ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે તેણે હમાસના કમાન્ડરને નિશાન બનાવ્યો હતો. ગાઝા સ્થિત અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. જે જગ્યા પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે જગ્યા વિસ્થાપિત પરિવારોની સૌથી વધારે સંખ્યમાં વસ્તી ધરાવતો વિસ્તાર છે.

Advertisement

આ હુમલો કરવા પાછળનું કારણ રજૂ કરાયું

ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે મધ્ય ગાઝામાં ખરીજા સ્કૂલ પરિસરની અંદર રહેલા હમાસના કમાન્ડર તથા નિયંત્રણ કેન્દ્રને તેણે નિશાન બનાવ્યું છે. હમાસ આ શાળાનો ઉપયોગ અમારા સૈનિકો સામે હુમલા કરવા તથા હથિયારોનો સંગ્રહ કરવા કરતાં હતા. આ હુમલો કરવામાં આવ્યો તે અગાઉ અમે નાગરિકોને ચેતવણી પણ આપી હતી. દીર-અલ-બલાહમાં એમ્બ્યુલન્સ ઈઝાગ્રસ્ત નાગિરકોને અલ-અક્સા હોસ્પિટલ લઈ જઈ હતી.

ઈઝરાયેલે હમાસને દોષી ઠેરવ્યો હતો

ઇઝરાયેલી સેનાએ નાગરિકોના મોત માટે હમાસના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. સેનાનું કહેવું છે કે તેણે જ શાળાને આતંકનું સ્થાન બનાવ્યું હતું, તેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ હમાસ પર ગીચ વસ્તીવાળા વિસ્તારો, શાળાઓ અને હોસ્પિટલોમાં અવરોધ તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો છે. જ્યારે હમાસે ઈઝરાયેલના આરોપોને નકારી કાઢ્યા છે. શનિવારની શરૂઆતમાં, પેલેસ્ટિનિયન સત્તાવાર મીડિયાએ જણાવ્યું હતું કે દક્ષિણના શહેર ખાન યુનિસમાં વહેલી સવારે ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 14 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને તેમના મૃતદેહોને નાસેર મેડિકલ કોમ્પ્લેક્સમાં લાવવામાં આવ્યા હતા. એક લશ્કરી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલી સેનાએ પેલેસ્ટિનિયનોને અસ્થાયી રૂપે ખાન યુનિસના દક્ષિણ વિસ્તારો ખાલી કરવા કહ્યું જેથી તે ત્યાં "બળપૂર્વક કાર્ય" કરી શકે, અને તેમને અલ-મવાસીમાં માનવતાવાદી ઝોનમાં સ્થળાંતર કરવા માટે કહ્યું.

Advertisement

આ પણ  વાંચો  -Dangerous Cities : આ શહેરોમાં ભૂલથી પણ ના જતાં નહિંતર "ભુલાઇ જશો..."

આ પણ  વાંચો  -China કંઇક ધડાકો કરવાના મૂડમાં હોય તેવા સંકેત....!

Advertisement

આ પણ  વાંચો  -અમેરિકા 2.5 લાખ ભારતીય યુવાનોને દેશમાંથી હાંકી કાઢશે, જાણો કારણ...

Tags :
Advertisement

.