Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel-Hamas યુદ્ધ બન્યું વધુ આક્રમક, ગાઝાની હોસ્પિટલ પર થયો હવાઈ હુમલો, 500 લોકોના મોતનો દાવો

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ આક્રમક બનતું જઇ રહ્યું છે. કહેવાય છે કે, યુદ્ધની શરૂઆત હમાસ દ્વારા કરવામાં આવી હતી અને હવે ઈઝરાયેલ વળતો પ્રહાર કરતું જોવા મળી રહ્યું છે. હમાસ સાથેની અથડામણો...
07:50 AM Oct 18, 2023 IST | Hardik Shah

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ આક્રમક બનતું જઇ રહ્યું છે. કહેવાય છે કે, યુદ્ધની શરૂઆત હમાસ દ્વારા કરવામાં આવી હતી અને હવે ઈઝરાયેલ વળતો પ્રહાર કરતું જોવા મળી રહ્યું છે. હમાસ સાથેની અથડામણો વચ્ચે ઇઝરાયેલે દક્ષિણ ગાઝામાં ખાન યુનિસ અને રફાહમાં ભારે બોમ્બમારો કર્યો છે. દરમિયાન, ગાઝાના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે, ઈઝરાયેલે એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં અંદાજે 500 લોકો માર્યા ગયા છે.

હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 500 લોકોના મોત

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધમાં બંને તરફથી સતત રોકેટ છોડવામાં આવી રહ્યા છે. બંને તરફથી થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બધાની વચ્ચે હમાસે દાવો કર્યો છે કે ગાઝા સિટીની એક હોસ્પિટલ પર ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા છે. જોકે, ઈઝરાયલે આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે આ દુર્ઘટના હમાસ દ્વારા છોડવામાં આવેલી મિસાઇલને કારણે થઈ છે. આ હુમલો મધ્ય ગાઝામાં અલ અહલી હોસ્પિટલ પર થયો હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ આતંકવાદી જૂથ દ્વારા નિષ્ફળ રોકેટ પ્રક્ષેપણ દ્વારા હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો હતો. IDF ની આમાં કોઈ સંડોવણી નથી. જોકે આખી દુનિયા હોસ્પિટલ પરના હુમલાની નિંદા કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેની નિંદા કરી છે. બાઈડેને કહ્યું છે કે, તેણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી છે.

હુમલા બાદ હોસ્પિટલની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

હમાસ દ્વારા સંચાલિત ગાઝા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જ્યારે હુમલો થયો ત્યારે સેંકડો લોકો હોસ્પિટલમાં આશ્રય લઈ રહ્યા હતા. આ હુમલો સેન્ટ્રલ ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયો હતો. હુમલા બાદ હોસ્પિટલની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ઈમારતને આગ લાગતી જોઈ શકાય છે. આ ઉપરાંત તૂટેલા કાચ પણ અહીં-તહીં વિખરાયેલા જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંગળવારે ગાઝા પટ્ટીમાં એક હોસ્પિટલ પરના જીવલેણ હુમલાની નિંદા કરી અને પેલેસ્ટિનિયન પ્રદેશમાં નાગરિકો માટે તાત્કાલિક સુરક્ષા અને આરોગ્ય સંભાળની હાકલ કરી. યુએન હેલ્થ એજન્સીના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, 'WHO અલ અહલી અરબ હોસ્પિટલ પરના હુમલાની સખત નિંદા કરે છે.'

'હમાસ' મિસફાયરનું પરિણામ'

બીજી તરફ ઈઝરાયેલે કહ્યું છે કે, આ હમાસ દ્વારા કરવામાં આવેલી મિસફાયરનું પરિણામ છે. ઈઝરાયેલના વોર રૂમે ટ્વિટ કર્યું, 'અહેવાલમાં જાણવા મળ્યું છે કે ગાઝાની હોસ્પિટલમાં સામૂહિક મૃત્યુ અને ઈજાની ઘટના હમાસ દ્વારા ભૂલથી કરવામાં આવેલા રોકેટના પ્રક્ષેપણનું પરિણામ હતું. તે વધુમાં જણાવે છે કે તે સમયે IDF (ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ) ની કોઈ હવાઈ પ્રવૃત્તિની જાણ કરવામાં આવી ન હતી, ન તો સમય ઈઝરાયેલમાં છોડવામાં આવેલા રોકેટના બોમ્બમારા સાથે સુસંગત હતો. ઈઝરાયેલના વોર રૂમે કહ્યું છે કે ધ્યાનમાં રાખો, હમાસના 30 થી 40 % રોકેટ મિસ ફાયર થયા અને ગાઝા પટ્ટીમાં જ પડ્યા છે.

આ પણ વાંચો - Israel ની યુવતીને બંધક બનાવી હમાસે જાહેર કર્યો Video

આ પણ વાંચો - Israel Hamas War : જમીન, આકાશ, સમુદ્ર… દરેક જગ્યાએ ઇઝરાયલનું નિયંત્રણ છે, છતાં ગાઝા શા માટે પહોંચની બહાર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GazaGaza Health MinistryGaza's Ministry of HealthIsrael Hamas AttackIsrael Hamas conflictIsrael Hamas warkilling an estimated 500 people
Next Article