Israel Entered Lebanon : ઇઝરાયેલે ઘરમાં ઘુસીને મારવાનું શરુ કર્યું...
- હવાઈ હુમલા બાદ ઈઝરાયેલે હવે હિઝબુલ્લાહ વિરુદ્ધ નવું ઓપરેશન શરૂ કર્યું
- ઇઝરાયેલની સેના લેબનોનમાં પ્રવેશી
- અમેરિકાએ પણ આ વાતની પુષ્ટિ કરી
- લેબનોનની અંદરના વિસ્તારો પર સર્જીકલ સ્ટ્રાઇક
Israel Entered Lebanon : હવાઈ હુમલા બાદ ઈઝરાયેલે હવે હિઝબુલ્લાહ વિરુદ્ધ નવું ઓપરેશન શરૂ (Israel Entered Lebanon )કર્યું છે. ઇઝરાયેલી સેનાએ જાહેરાત કરી છે કે તે મર્યાદિત કાર્યવાહી કરી રહી છે અને હિઝબુલ્લાહના ઠેકાણાઓને નષ્ટ કરી રહી છે. સેનાના આ ઓપરેશનને ઈઝરાયેલ સરકાર તરફથી રાજકીય મંજૂરી મળી ગઈ છે.
શું કહ્યું ઈઝરાયેલની સેનાએ?
ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે તેઓ દક્ષિણ લેબેનોનની અંદર હિઝબુલ્લાહના ટાર્ગેટ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ લક્ષ્યો સરહદની નજીક આવેલા ગામો નજીક છે અને ઇઝરાયેલ માટે ખતરો છે. જ્યારે ઇઝરાયેલી ટેન્ક અને સૈનિકો ગ્રાઉન્ડ ઓપરેશનમાં સામેલ છે, ત્યારે એરફોર્સની સાથે તેમને કવર આપવા માટે ગ્રાઉન્ડ સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે.
In accordance with the decision of the political echelon, a few hours ago, the IDF began limited, localized, and targeted ground raids based on precise intelligence against Hezbollah terrorist targets and infrastructure in southern Lebanon. These targets are located in villages…
— Israel Defense Forces (@IDF) September 30, 2024
આ પણ વાંચો----Israel and Hezbollahના ઝઘડામાં હવે જગત જમાદારની આર્મી પણ પહોંચશે...
ઇઝરાયેલની સેના લેબનોનમાં પ્રવેશી છે
સૈનિકો જે વિસ્તારમાં ઘૂસી રહ્યા છે ત્યાં પહેલા હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. લેબનીઝ મીડિયા અનુસાર, ઇઝરાયેલની સેના લેબનોનમાં પ્રવેશી છે. મોટી સંખ્યામાં ઇઝરાયેલ સૈનિકો અને ટેન્ક લેબનોન તરફ કૂચ કરી રહ્યા છે.
અમેરિકાએ શું કહ્યું?
અમેરિકાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઈઝરાયલને પોતાના સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે કોઈપણ પગલું ભરવાનો અધિકાર છે. દરમિયાન, ઇઝરાયેલે કહ્યું કે તેનું ઓપરેશન લક્ષ્ય લેબનોનના એવા વિસ્તારોને મુક્ત કરવાનું છે જે હિઝબુલ્લાહના નિયંત્રણ હેઠળ છે.
Israel launches localised, targeted ground operations in southern Lebanon villages
Read @ANI Story | https://t.co/2WwZ2cPjrK#Israel #IDF #Hezbollah #SouthernLebanon #groundoperations pic.twitter.com/NIIAJ8SuIV
— ANI Digital (@ani_digital) October 1, 2024
અમેરિકાએ એ પણ પુષ્ટિ કરી
એક તરફ લેબનોનમાં ઈઝરાયલના ફાઈટર જેટનો અવાજ સંભળાઈ રહ્યો છે તો બીજી તરફ જમીની સ્તરે હુમલાઓ ચાલુ છે. જમીન પર સેનાને ટેકો આપવા માટે ઇઝરાયેલની આર્ટિલરી અને એરફોર્સ આકાશમાં મંડરાઈ રહી છે. અમેરિકાએ એ પણ પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલી સેના લેબનોનની અંદરના વિસ્તારો પર સર્જીકલ સ્ટ્રાઇક કરી રહી છે જે હિઝબુલ્લાહના ઠેકાણા છે અને જ્યાં હિઝબુલ્લાએ હથિયારો છુપાવ્યા છે.
ઉત્તરીય સરહદ પર તેની ટેન્ક અને સશસ્ત્ર વાહનો તૈનાત કર્યા
ઇઝરાયેલે લેબનોન સાથેની ઉત્તરીય સરહદ પર તેની ટેન્ક અને સશસ્ત્ર વાહનો તૈનાત કર્યા છે. ઈઝરાયલ આર્મીના રિઝર્વ સૈનિકોની રજા રદ કરી દેવામાં આવી છે અને તેમને પાછા બોલાવવામાં આવ્યા છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ લેબનોન સરહદની મુલાકાતે ગયા છે અને ત્યાં તૈનાત ઇઝરાયેલી સૈનિકોને મળ્યા છે અને તેમને પ્રોત્સાહિત કર્યા છે.
આ પણ વાંચો---Israel એ હમાસના ચીફને પરિવાર સાથે ઠાર કર્યો.....