ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel Hamas જંગનું લાઈવ પ્રસારણ કરી રહી હતી US પત્રકાર, પાસે આવીને પડ્યું રોકેટ અને...

Israel અને Hamas વચ્ચે જંગ આજે પણ ચાલું છે. ઈઝરાયેલમાં ઘૂસ્યા બાદ હમાસના આતંકવાદીઓ દ્વારા સર્જાયેલ નરસંહાર જોઈને લોકોના હૃદય હચમચી ગયા છે. જોકે, ઈઝરાયેલે પણ વળતો જવાબ આપ્યો છે. અહીં રોકેટ લોન્ચરનો જાણે વરસાદ થઇ રહ્યો હોય તેના દ્રશ્યો...
12:03 PM Oct 10, 2023 IST | Hardik Shah

Israel અને Hamas વચ્ચે જંગ આજે પણ ચાલું છે. ઈઝરાયેલમાં ઘૂસ્યા બાદ હમાસના આતંકવાદીઓ દ્વારા સર્જાયેલ નરસંહાર જોઈને લોકોના હૃદય હચમચી ગયા છે. જોકે, ઈઝરાયેલે પણ વળતો જવાબ આપ્યો છે. અહીં રોકેટ લોન્ચરનો જાણે વરસાદ થઇ રહ્યો હોય તેના દ્રશ્યો જોવા મળ્યા છે. આતંકવાદી સંગઠન હમાસે ખુલ્લેઆમ રસ્તાઓ પર ગોળીબાર અને બોમ્બ ધડાકા કર્યા હતા. હમાસના હુમલામાં લગભગ 1000 થી વધુ ઇઝરાયેલી નાગરિકોના મોત થયા છે. આ દરમિયાન એક અમેરિકન પત્રકારની સામે એક રોકેટ આવીને પડ્યું હતું. અમેરિકન ન્યૂઝ ચેનલના રિપોર્ટર અને તેની ટીમે આ હુમલાને ખૂબ નજીકથી જોયો છે. હમાસ દ્વારા કરવામાં આવેલા આ હુમલા પર તેણે આ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું છે.

રોકેટ હુમલાથી બચી US પત્રકાર

અમેરિકન ન્યૂઝ ચેનલ CNN ની મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા ક્લેરિસા વોર્ડ, લાઇવ સેગમેન્ટની મધ્યમાં હતી જ્યારે તેણે રોકેટનો જોરદાર અવાજ સાંભળ્યો. અવાજ સાંભળતા જ તે તેના ત્રણ મિત્રો સાથે રસ્તાના કિનારે જઈને સંતાઈ ગઈ. સંવાદદાતા વોર્ડે તેની પરિસ્થિતિ માટે CNN ટીમની માફી માંગી અને ત્યાંના દ્રશ્યનું વર્ણન કર્યું. તેણે કહ્યું કે અહીં ભારે ગોળીબાર થઈ રહ્યો છે, અમે રોકેટ આવતા અને પડતા જોઈ રહ્યા છીએ. સ્થિતિ એવી છે કે અમારે છુપાઈને રસ્તાના કિનારે આવવું પડ્યું. અમેરિકન પત્રકારે જણાવ્યું કે તેઓ રોકેટથી થોડી જ દૂર હતા. તેણે કહ્યું, 'તેઓએ ઈઝરાયેલની સરહદ પાર કરતી વખતે હુમલો કર્યો અને તેમણે આ રસ્તા પરથી હુમલાની શરૂઆત કરી. જણાવી દઈએ કે શનિવારે થયેલા હુમલામાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ગાઝામાં મૃત્યુઆંક 450 થી વધુ છે. હમાસના આતંકવાદીઓએ સેંકડો ઈઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા છે.

ગાઝા પટ્ટીમાં સતત બોમ્બમારો, હમાસે આપી આ ધમકી

ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલમાં હમાસના હુમલામાં મૃત્યુઆંક વધીને 1000 થી વધુ પહોંચી ગયો છે, લગભગ 2600 લોકો ઘાયલ થયા છે. વળી, ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 700 થી વધુ લોકો માર્યા ગયા છે અને 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ગાઝા પર સતત બોમ્બ ધડાકા બાદ હવે હમાસના સૈન્ય પ્રવક્તાએ ધમકી આપી છે કે જો ગાઝા પટ્ટીના નાગરિકો પર કોઈપણ ચેતવણી આપ્યા વિના હુમલો કરવામાં આવશે તો આતંકવાદીઓ બંધક બનેલા ઈઝરાયેલના નાગરિકોને મારી નાખશે.

હમાસના 1500 આતંકવાદીઓ માર્યા ગયા

ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝા પટ્ટીમાં મોટાપાયે વિનાશ થયો છે. જેમાં હમાસના 475 રોકેટ સિસ્ટમ અને 73 કમાન્ડ સેન્ટર પણ નષ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયેલા હમાસના 1500 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈઝરાયેલની ટીવી ચેનલે અહેવાલ આપ્યો છે કે પેલેસ્ટિનિયન આતંકવાદીઓના લગભગ 1,500 મૃતદેહો ઈઝરાયેલના વિસ્તારમાં વિખરાયેલા છે. ઈઝરાયેલના સંરક્ષણ દળોએ અંદાજ લગાવ્યો છે કે શનિવારે સવારથી ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરનારા સેંકડો હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદી બંદૂકધારીઓને સૈન્યએ મારી નાખ્યા છે.

આ પણ વાંચો - પોર્નસ્ટાર મિયા ખલીફાએ Israel Palestine war વચ્ચે પેલેસ્ટાઈનનું કર્યું સમર્થન, સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ

આ પણ વાંચો - Israel Hamas conflict : વિસ્ફોટ, કાટમાળ…, 72 કલાકના યુદ્ધમાં 900 ઇઝરાયેલી લોકોના મોત, ગાઝામાં 700 લોકો માર્યા ગયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
IsraelIsrael Hamas warisrael palestineIsrael palestine conflictisrael palestine newsIsrael Palestine Warisrael vs palestinePalestinepalestine and israelUS Journalist
Next Article