Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈશા અંબાણી આપશે રતન ટાટાને ટક્કર! કરી મોટી સમજુતી

મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી દ્વારા સંચાલિત રિલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં ઘણી વિદેશી બ્રાન્ડ લાવી રહી છે. હવે રતન ટાટાના સ્ટારબક્સ ઈન્ડિયાને ટક્કર આપતાં મુકેશ અંબાણીએ પ્રતિષ્ઠિત બ્રિટિશ રેસ્ટોરન્ટ ચેઈન પ્રેટ એ મેન્જર (Pret A Manger) સાથે કરાર કર્યો...
ઈશા અંબાણી આપશે રતન ટાટાને ટક્કર  કરી મોટી સમજુતી

મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી દ્વારા સંચાલિત રિલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં ઘણી વિદેશી બ્રાન્ડ લાવી રહી છે. હવે રતન ટાટાના સ્ટારબક્સ ઈન્ડિયાને ટક્કર આપતાં મુકેશ અંબાણીએ પ્રતિષ્ઠિત બ્રિટિશ રેસ્ટોરન્ટ ચેઈન પ્રેટ એ મેન્જર (Pret A Manger) સાથે કરાર કર્યો છે. આ સાથે હવે ઈશા અંબાણીના બિઝનેસ રતન ટાટાના બિઝનેસને ટક્કર આપવા જઈ રહ્યા છે.

Advertisement

મુકેશ અંબાણી
યુનાઇટેડ કિંગડમ સ્થિત કોફી અને સેન્ડવીચ ચેઇન પ્રેટ એ મેન્જરે થોડા અઠવાડિયા પહેલા મુકેશ અંબાણીની રિલાયન્સ સાથે વિશિષ્ટ ભાગીદારીમાં કરાર કર્યા પછી ભારતમાં તેનો પ્રથમ સ્ટોર ખોલ્યો હતો. Pret a Manger નું પ્રથમ આઉટલેટ ભારતમાં ખુલ્યું છે. પ્રેટ એ મેન્જર અને રિલાયન્સ વચ્ચેની ભાગીદારી ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ અને તેમની કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ દ્વારા કરવામાં આવી હતી.

રેસ્ટોરન્ટ
રિલાયન્સ બ્રાન્ડ્સે ભારતમાં કુલ 10 પ્રેટ અ મેન્જર રેસ્ટોરન્ટ્સ ખોલવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, સંભવતઃ દિલ્હી અને બેંગલુરુમાં હશે. ઇશા અંબાણીની રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ બ્રાન્ડ્સે દેશભરના યુવાનોમાં ચા અને કોફીની દુકાનોની લોકપ્રિયતાને કારણે ભારતમાં પ્રેટ અ મેન્જર સ્ટોર્સ શરૂ કરવાનું નક્કી કર્યું, જે સ્ટારબક્સ ઇન્ડિયાને આકરી ટક્કર આપવા તૈયાર છે, જે રતન ટાટાના નેતૃત્વમાં બિઝનેસ કરે છે.

Advertisement

ઈશા અંબાણી
મુકેશ અને ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલ આ નવા સાહસ સાથે ભારતમાં ફૂડ અને બેવરેજ ઉદ્યોગમાં ચમકવા માટે તૈયાર છે, જે દેશમાં એક પ્રતિષ્ઠિત વિદેશી બ્રાન્ડ રજૂ કરશે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી તરીકે ઓળખાય છે) માં મેકર મેક્સીટી ખાતે પ્રથમ પ્રેટ અ મેનજર સ્ટોર ખોલવામાં આવ્યો હતો. આ બ્રાન્ડને ભારતમાં લાવવા ઉપરાંત, ઈશા અંબાણી અને મુકેશ અંબાણી લોકપ્રિય ચાઈનીઝ ક્લોથિંગ એપ્લીકેશન શીનને પણ પાછી લાવી રહ્યા છે, જેને 2021માં ચાઈનીઝ એપ્સ પર ક્રેકડાઉન દરમિયાન ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

આપણ  વાંચો -રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકારને પારિતોષિક એનાયત કરાયા

Advertisement

Tags :
Advertisement

.