ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara: શું હજી પણ અગ્નિકાંડની રાહ જોવાય છે? સયાજી હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી

Vadodara: રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજ્યમાં અનેક જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલા ગેમ ઝોન, મોલ અને હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ફટકાર...
09:34 AM May 28, 2024 IST | VIMAL PRAJAPATI
Vadodara Sayaji Hospital

Vadodara: રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજ્યમાં અનેક જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલા ગેમ ઝોન, મોલ અને હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ફટકાર લગાવી છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા પણ તપાસ કરી કડક પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી હતી. અહીંથી ચોંકવનારી હકીકત સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે વડોદરા (Vadodara)ની સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર NOC નથી.

જો હોસ્પિટલ ફાયર NOC માટે કોની રાહ જુએ છે?

અહીં સવાલ એ થાય છે કે, જો હોસ્પિટલ ફાયર NOC માટે કોની રાહ જુએ છે? શું અહીં પણ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાની રાહ જોવાઈ રહીં છે. નોંધનીય છે કે, ફાયર વિભાગ દ્વારા ત્રણ નોટિસ આપ્યા છતાં સત્તાધીશો ફાયર NOC લઈ રહ્યા નથી. મળતી જાણકારી પ્રમાણે સયાજી હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પાણીના પ્રેશરનો ડીઝલ પંપ પણ બંધ હાલતમાં!

સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈઈનાની પ્રસુતિ ગૃહમાં ફાયર સેફટીના સાધનો એક્સપાઇયરી ડેટના મળી આવ્યાં છે. આ સાથે સાથે ફાયર બોલ અને ફાયર એસ્ટિન્ગ્યુશર બોટલ એક્સપાઇયરી ડેટના મળી આવ્યાં હતા. એટલું જ નહીં પરંતુ પાણીના પ્રેશરનો ડીઝલ પંપ પણ બંધ હાલતમાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગે સયાજી હોસ્પિટલને વધુ એક વખત નોટિસ આપી છે.

રાજ્ય સરકાર દ્વારા પણ તપાસ કરી કડક પગલા લેવા આદેશ

નોંધનીય છે કે, ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં પણ ફાયર NOC લેવામાં આવી નથી. રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ પણ કેમ હજી હોસ્પિટલમાં ફાયર NOC લેવામાં નથી આવતી. શું વડોદરા સયાજી હોસ્પિટલ હજી કોઈ અન્ય અગ્નિકાંડની રાહ જોઈ રહ્યું છે? શું હજી પણ લોકોના જીવ લેવામાં આવશે? નોંધનીય છે કે, રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા પણ તપાસ કરી કડક પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bharuch: મંજૂરી કોણે આપી? ગંદા પાણીથી વોટરપાર્ક ચાલતો હોવાનો ભાંડો ફુટતા તંત્ર સામે સવાલો

આ પણ વાંચો:  Rajkot: લ્યો બોલો…TRP ગેમ ઝોન રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ!

આ પણ વાંચો:  રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી પ્રકાશ ભેદી રીતે ગાયબ કે ખુદ જ ભોગ બન્યો ?

Tags :
Fire NOCGujarati NewsLocal Gujarati Newslocal newsSayaji HospitalSayaji Hospital Fire NOCVadodara Latest NewsVadodara NewsVadodara Sayaji HospitalVimal Prajapati
Next Article