ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

10 દિવસમાં 50 હજારથી પણ ઓછી કિંમતમાં રાજસ્થાનના 8 શહેર ફરી શકશો

Tour Package ની શરૂઆત 17 નવેમ્બર 2024 ના રોજ થશે IRCTC પેકેજમાં હોટલનો ખર્ચ અને ખાવાનો ખર્ચ પણ સામેલ મુસાફરીને કેન્સલ કરવા ઉપર અમુક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે IRCTC Rajasthan Tour Package : Rajasthan એ ભારતના એવા શહેરોમાં આવે...
09:51 PM Oct 16, 2024 IST | Aviraj Bagda
IRCTC Rajasthan Tour Package

IRCTC Rajasthan Tour Package : Rajasthan એ ભારતના એવા શહેરોમાં આવે છે, જ્યાં દરેક દિવસે હજારોની તાદાતમાં સહેલાણીઓ આવતા હોય છે. Rajasthan એ પોતાની સંસ્કૃતિ, કલા અને પ્રાકૃતિક સૌંદર્ય માટે વિશ્વ વિખ્યાત છે. તે ઉપરાંત આહીંયાના લોકો પણ સહેલાણીઓને મીઢો આવકારો આપતા હોય છે. ત્યારે ભારતીય રેલવેએ Rajasthan માં 9 રાત્રી અને 10 દિવસ માટેની એક ખાસ ઓફર લઈને આવ્યા છે. ત્યારે આ IRCTC Tour Package અંતર્ગત વિશાખાપટ્ટનમથી લઈને રાજસ્થાન સુધી પ્રવાસ કરવાનું સરળ રીતે આયોજન કરી શકો છો.

Tour Package ની શરૂઆત 17 નવેમ્બર 2024 ના રોજ થશે

IRCTC Rajasthan Tour Package હેઠળ તમે એક સાથે કુલ 8 શહેરની મુલાકાત લઈ શકો છો. તો આ 8 શહેરો પૈકી જયપુર, બિકાનેર, જૈસલમેર, જોધપુર, ઉદયપુર, માઉંટ આબુ, પુષ્કર અને અજમેરનો સમાવેશ કરાયો છે. તો આ Rajasthan Tour Package ની શરૂઆત વિશાખાપટ્ટનમથી કરવામાં આવશે. આ Rajasthan Tour Package માં 8 શહેરોમાં આવતા તમામ પ્રખ્યાત સ્થળોની પણ મુલાકાત કરાવવામાં આવશે. ત્યારે આ Rajasthan Tour Package ની શરૂઆત 17 નવેમ્બર 2024 ના રોજ થશે.

આ પણ વાંચો: New Justice Statue : ન્યાયની દેવીની આંખેથી પટ્ટી હટાવાઈ, હાથમાં 'સંવિધાન' અપાયું

IRCTC પેકેજમાં હોટલનો ખર્ચ અને ખાવાનો ખર્ચ પણ સામેલ

આ યાત્રા વિશાખાપટ્ટનમથી શરુ થશે. જેમાં વિશાખાપટ્ટનમ આંતરાષ્ટ્રીય હવાઈ મથક ઉપરથી ફ્લાઈટ કરવાની રહેશે. ત્યારે Rajasthan Tour Package ના સિંગલ ઓક્યૂપેંસીમાં રૂ. 68,800, ડબલ ઓક્યૂપેંસીમાં રૂ. 51,490 અને ટ્રિપલ ઓક્યૂપેંસીમાં રૂ. 48,630, ચાઈલ્ડ વિથ બેડ અંડરની કિંમત રૂ. 40,290 અને ચાઈલ્ડ વિથ આઉટ બેડની કિંમત 37,300 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. IRCTC પેકેજમાં હોટલનો ખર્ચ અને ખાવાનો ખર્ચ પણ સામેલ છે. તે ઉપરાંત 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલમાં રહેવાની સગવડ આપવામાં આવે છે.

મુસાફરીને કેન્સલ કરવા ઉપર અમુક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે

જો તમે ટિકિટ બુકિંગ અથવા પેકેજ સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માંગતા હો, તો તમે www.irctctourismindia.com ની મુલાકાત લઈ શકો છો. જો તમે મુસાફરીના 21 દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરો છો, તો તમારે પેકેજના 30% સુધીની ફી ચૂકવવી પડશે. જો 21 થી 15 દિવસ પહેલા રબુકિંગ કેન્સલ કરો છો, તો 55% ફી ભરવાની રહેશે. જો બુકિંગ 8 દિવસથી ઓછા સમયમાં કેન્સલ થઈ જશે તો IRCTC પેકેજ પર કોઈ પૈસા પરત કરશે નહીં.

આ પણ વાંચો: જો જીવ વાલો હોય તો, રજાઓ માણવા ક્યારે પણ અહીંયા ન જતા

Tags :
Gujarat FirstIRCTCIRCTC Rajasthan Tour PackageIRCTC Rajasthan Tour PackagesIRCTC Rajasthan Tourist DestinationPalaces of RajasthanRajasthan New Tour Packagesrajasthan tour packagerajasthan tour packagesrajasthan train tour packages from delhiRoyal Rajasthan TourRoyal Rajasthan Tour Package
Next Article