ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

IPS Ravindra Patel ના પત્ની, પૂર્વ આઈપીએસ પિતા સહિતના સંબંધીઓ કેમ ચઢ્યાં SEBI ના ચોપડે ?

IPS Ravindra Patel : અમદાવાદના એક વેપારીના અપહરણમાં જેમની સામે સીધી આંગળી ચિંધાઈ હતી તે તત્કાલિન પાટણ એસપી ડૉ. રવીન્દ્ર પટેલ (Ravindra Patel IPS) પોલીસ બેડામાં ચર્ચિત નામો પૈકી એક છે. Gujarat Police માં ફરજ બજાવતા IPS અધિકારીઓ અનેક વખત...
04:58 PM Mar 23, 2025 IST | Bankim Patel
featuredImage featuredImage

IPS Ravindra Patel : અમદાવાદના એક વેપારીના અપહરણમાં જેમની સામે સીધી આંગળી ચિંધાઈ હતી તે તત્કાલિન પાટણ એસપી ડૉ. રવીન્દ્ર પટેલ (Ravindra Patel IPS) પોલીસ બેડામાં ચર્ચિત નામો પૈકી એક છે. Gujarat Police માં ફરજ બજાવતા IPS અધિકારીઓ અનેક વખત વિવાદોમાં આવે છે અને મોટા સાહેબો તેમજ સરકારની કૃપાથી બહાર પણ નીકળી જાય છે. આ વખતે Dr Ravindra Patel IPS અને તેમનો પરિવાર શેરબજારમાં થયેલા એક કૌભાંડમાં ભેરવાયા છે. શેરબજારના જાદુગરોની સાથે ખોખા કંપનીમાં કરોડો રૂપિયા કમાવવા નીકળેલા એક વર્તમાન અને એક પૂર્વ IPS સહિત અનેક લોકો SEBI ની જાળમાં લપેટાયા છે. સેબીના દરોડા બાદ રવીન્દ્ર ડાહ્યાભાઈ પટેલ ગુજરાત પોલીસ બેડામાં ભારે ચર્ચામાં છે. IPS Ravindra Patel ના પરિવારજનોએ સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ કંપનીના કેટલાં શેર ખરીદ્યા અને ભાવમાં કોણે-કોણે કરી છે જાદુગરી ? વાંચો આ અહેવાલમાં..

કોણ છે ગુજરાતના IPS Ravindra Patel ?

વર્ષ 2016ની બેચના આઈપીએસ રવીન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના વતની છે. તેમણે MBBS સુધીનો અભ્યાસ કર્યો છે અને એટલે જ તેમનું નામ IPS Civil List માં Dr. Ravindra Patel લખાય છે. રવીન્દ્ર પટેલનો જન્મ વર્ષ 1990માં થયો છે. તેમના પિતા ડાહ્યાભાઈ એન. પટેલ (D N Patel IPS) નિવૃત્ત પ્રમોટી આઈપીએસ છે. આંજણા પટેલ સમાજના Ravindra Patel IPS વડોદરા ગ્રામ્યમાં ASP, અમદાવાદ શહેરમાં ડીસીપી ઝોન-1, Bhavnagar SP, Patan SP તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. તાજેતરમાં તેઓ ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડ (Gujarat Police Housing Board) માં ફરજ બજાવી રહ્યાં છે.

આ પણ  વાંચો -પંકજ ત્રિવેદી મર્ડર કેસમાં Super IPS જેવો વટ ધરાવતા અંગત મદદનીશની Ahmedabad Police બેડામાં ભારે ચર્ચા

Team SEBI રવીન્દ્ર પટેલના વતન કેમ પહોંચી ?

ગત 20 માર્ચના રોજ અમદાવાદ સહિત વીસેક સ્થળો પર સેબીના દરોડા (SEBI Raid) આ તપાસ સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ (Sadhna Broadcast Ltd) ને લઈને છે કે, અન્ય કોઈ કંપનીમાં થયેલા ગોટાળાને લઈને તેની કોઈ જાણકારી Gujarat First પાસે નથી. કોઈ કહે છે કે, સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના શેરોના ભાવમાં કરવામાં આવેલા ગોટાળામાં IPS Ravindra Patel નો પરિવાર સામેલ હતો. અન્ય કોઈ એવું પણ કહે છે કે, Sadhna Broadcast Ltd સિવાય અન્ય કોઈ કંપનીના શેરોના ભાવમાં આવેલા કૃત્રિમ ઉછાળાને લઈને SEBI એ રવીન્દ્ર પટેલના વતન, અમદાવાદ, વડોદરાના પાદરા સહિત અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે.

આ પણ  વાંચો -Sabarkantha : ગુજરાતનાં IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા, શેર બજારમાં મસમોટું કૌભાંડ કર્યું હોવાની આશંકા

IPS ના પત્ની, પિતા અને સાળાએ કેટલાં શેર મેળવ્યા ?

દિલ્હી સ્થિત Sadhna Broadcast Ltd ના પ્રમોટરો સાથે મળીને શેરબજારની કુખ્યાત ત્રિપુટીએ ખેલ પાડવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2022માં અમદાવાદના જતીન મનુભાઈ શાહ (Jatin Manubhai Shah) મનિષ મિશ્રા (Manish Mishra) અને પૂરવ ભરતભાઈ પટેલે (Purav Bharatbhai Patel) સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ કંપનીના શેરમાં કૃત્રિમ ઉછાળો લાવ્યા. આ સમગ્ર કૌભાંડમાં IPS Ravindra Patel ના પત્ની ભૂમિકાબહેન પટેલે 11 લાખ શેર ખરીદ્યા અને 4 લાખ જેટલાં વેચ્યા. રવીન્દ્ર પટેલના પિતા અને પૂર્વ IGP D N Patel એ 4 લાખ શેર ખરીદ્યા છે અને 1.60 લાખ વેચ્યા છે. Dr. Ravindra Patel ના સાળા દર્શ ધીરાભાઈ પટેલે 3.54 લાખ શેર ખરીદવાની સામે 3.54 લાખ શેર વેચ્યા છે. સેબીની તપાસમાં સાધના બ્રોડકાસ્ટ લિમિટેડમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ થતાં સંખ્યાબંધ કૌભાંડીઓના નામ સામે આવ્યા અને માર્ચ-2023માં પણ સેબીએ અમદાવાદમાં દરોડા પાડ્યા હતા.

આવતીકાલે વાંચો : IPS રવીન્દ્ર પટેલ કેવી રીતે શેર બજારના કૌભાંડીઓ સાથે આવ્યા સંપર્કમાં ?

Tags :
Bankim PatelBhavnagar SPD N Patel IPSDr. Ravindra PatelGujarat FirstGujarat PoliceGujarat Police Housing BoardIPS Civil ListIPS Ravindra PatelJatin Manubhai ShahManish MishraPatan SPPurav Bharatbhai PatelSadhna Broadcast LtdSEBI RaidTeam SEBI