Hostel માંથી કથિત હાલતમાં દિલ્હીના IG ની પુત્રીનો મૃતદેહ મળ્યો
અનિકા જમીન પર બેહોશ હાલતમાં પડી હતી
પહેલા પણ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો
વિદ્યાર્થીના ત્રણ હાર્ટ એટેકના ઓપરેશન થયા છે
Lohia Law University : લખનૌમાં આવેલા Dr. Ram Manohar Lohiya National Law University ની હોસ્ટેલમાંથી 21 વર્ષની એક વિદ્યાર્થિનીની લાશ મળી આવી છે. વિદ્યાર્થિનીનો મૃતદેહ હોસ્ટેલ રૂમમાંથી કથિત રીતે મળી આવ્યો હતો. હોસ્ટેલના રૂમમાં તેણી બેહોશ હાલતમાં પડેલી મળી હતી. આ વિદ્યાર્થિની LLB ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી તેના રૂમમાં બેહોશીની હાલતમાં જમીન પર મળી આવી હતી. જોકે મૃતક એક ખાસ વ્યક્તિની પુત્રી છે.
અનિકા જમીન પર બેહોશ હાલતમાં પડી હતી
Dr. Ram Manohar Lohiya National Law University ની હોસ્ટેલમાંથી 21 વર્ષની Anika Rastogi ની લાશ મળી આવી હતી. જોકે શનિવારની રાત્રે Anika Rastogi એ અન્ય મિત્રો સાથે મળીને ભોજન કરીને પોતાના રૂમમાં અનિકા જતી રહી હતી. આશરે 10 કલાકના સમયે Anika Rastogi પોતાના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જોકે સવારે વિદ્યાર્થિનીઓ અને હોસ્ટેલના સ્ટાફ દ્વારા ઘણી જેહમત બાદ દરવાજો ખુલ્યો હતો. ત્યારે અનિકા જમીન પર બેહોશ હાલતમાં પડી હતી. તો તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ ઘસેડવામાં આવી હતી. પરંતુ તેને તબીબો દ્વારા મૃત જાહેર કરાવમાં આવી હતી.
આ પણ વાંચો: આ રાજ્યએ 46 થી 65 હજાર વેતન સાથે મેટ્રોન ટ્રેન માટે ભરતી કરી જાહેર
પહેલા પણ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો
ડૉક્ટરના જણાવ્યા અનુસાર Anika Rastogi ની મોત હ્રદય હુમલાને કારણે થઈ છે. તો હાલમાં, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકવામાં આવ્યો છે. તે ઉપરાંત Anika Rastogi ના માતા-પિતા પણ લખનૌ આવી ગયા છે. આ માહિતી મળતા જ લખનૌ પોલીસ કમિશનર અમરેન્દ્ર કુમાર સેંગર રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. આ ઉપરાંત આશિયાના પોલીસ સ્ટેશનની પોલીસ પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
વિદ્યાર્થીના ત્રણ હાર્ટ એટેકના ઓપરેશન થયા છે
પોલીસે હોસ્ટેલના રૂમને સીલ કરી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ છે. આ પહેલા પણ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. અત્યાર સુધીમાં વિદ્યાર્થીના ત્રણ હાર્ટ એટેકના ઓપરેશન થયા છે. અનિકાના પિતા IPS સંતોષ રસ્તોગી છે, જે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) માં IG તરીકે દિલ્હીમાં પોસ્ટેડ છે.
આ પણ વાંચો: મને નીતિશ કુમાર પર પૂરો વિશ્વાસ છે, કહીને શ્યામ રજક JDU માં જોડાયા