Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPS Hasmukh Patel એ GPSC નાં ચેરમેન તરીકે શપથ લઈ ચાર્જ સંભાળ્યો, કહી આ વાત!

આ પહેલા IPS ની સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યા બાદ હસમુખ પટેલે નવી જવાબદારી સંભાળી છે.
ips hasmukh patel એ gpsc નાં ચેરમેન તરીકે શપથ લઈ ચાર્જ સંભાળ્યો  કહી આ વાત
Advertisement
  1. IPS Hasmukh Patel એ GPSC નાં ચેરમેન તરીકે શપથ લીધા
  2. શપથ લીધા બાદ હસમુખ પટેલે GPSC નાં ચેરમેનનો ચાર્જ સંભાળ્યો
  3. GPSC ની ઓફિસે હસમુખ પટેલ પહોંચતા સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.

IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) ગુજરાત જાહેર સેવા આયોગનાં (GPSC) નવા ચરમેન બન્યા છે. આજથી GPSC નાં ચેરમેન તરીકે હસમુખ પટેલે ચાર્જ સંભાળ્યો છે. જ્યારે, આ પહેલા IPS ની સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યા બાદ હસમુખ પટેલે નવી જવાબદારી સંભાળી છે. GPSC ની ઓફિસે પહોંચતા સ્ટાફ દ્વારા હસમુખ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Junagadh : 'જય ગિરનારી' ના નાદ સાથે લીલી પરિક્રમા બે દિવસ પહેલા જ શરૂ, જાણો શું છે કારણ ?

Advertisement

Advertisement

વર્ગ 1 અને 2 નાં અધિકારીઓની ભરતી-પ્રમોશનની જવાબદારી છે : હસમુખ પટેલ

GPSC નાં નવા ચેરમેન તરીકે આજથી IPS હસમુખ પટેલે (IPS Hasmukh Patel) ચાર્જ સંભાળ્યો છે. આજે નવી ઓફિસ પહોંચતા સ્ટાફ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, દરમિયાન, IPS હસમુખ પટેલે કહ્યું હતું કે, વર્ગ 1 અને 2 નાં અધિકારીઓની ભરતી તથા પ્રમોશનની જવાબદારી છે. સંસ્થા ઘણા સમયથી સારું કામ કરી રહી છે. ત્યારે એ જ સારું કામ આગળ વધારવાનું અને સાથે મળીને વધુ સારું કામ કરવાનો સંસ્થા પ્રયાસ કરતી રહેશે.

આ પણ વાંચો - Kheda : વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ, આજે PM મોદી જોડાશે, રૂ.200 ના ચાંદીનાં સિક્કાનું કરશે અનાવરણ

હસમુખ પટેલની નિમણૂક સાથે GPSC ને નવું નેતૃત્વ મળ્યું

જણાવી દઈએ કે, અગાઉ 28 ઓક્ટોબરનાં રોજ રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સૂચના અપાઈ હતી કે IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSC નાં ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે, હસમુખ પટેલની નિમણૂક સાથે જ GPSC ને નવું નેતૃત્વ મળ્યું છે.

આ પણ વાંચો - VADODARA : ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાની તૈયારીઓ પૂર્ણતાના આરે

Tags :
Advertisement

.

×