IPS Hasmukh Patel એ સક્રિય સેવાઓમાંથી આપ્યું રાજીનામું, જાણો કારણ!
- IPS Hasmukh Patel રાજીનામુ આપ્યું
- IPS ની સક્રિય સેવાઓમાંથી હસમુખ પટેલે રાજીનામુ આપ્યું
- GPSC નાં ચેરમેન તરીકે નિમણૂક થતાં રાજીનામુ આપ્યું
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલ ચાર્જ સંભાળે તે પહેલા તેમણે સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યું છે. GPSC નાં ચેરમેનનું પદ બંધારણીય હોવાના કારણે રાજીનામું આપ્યું છે. જણાવી દઈએ કે, IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) 11 નવેમ્બરનાં રોજ GPSC ના ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે. ત્યારે પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડ અંગે સરકાર જલદી નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો - IPS હસમુખ પટેલની GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ
IPS ની સક્રિય સેવાઓમાંથી હસમુખ પટેલે આપ્યું રાજીનામું
IPS હસમુખ પટેલ 11 નવેમ્બર, 2024 થી GPSC ના ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે. જો કે, આ મહત્ત્વની જવાબદારી સંભાળતા પહેલા IPS ની સક્રિય સેવાઓમાંથી હસમુખ પટેલે (IPS Hasmukh Patel) રાજીનામું આપ્યું છે. GPSC નાં ચેરમેનનું પદ બંધારણીય હોવાથી સરકારી સેવામાંથી રાજીનામું આપવું પડે છે. જો કે, હવે પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડ નિમણૂક સંદર્ભે સરકાર જલદી નિર્ણય લઈ શકે છે.
GPSCના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણુંક
IPS હસમુખ પટેલ બન્યા GPSC ના ચેરમેન#Gujarat #BigBreaking #GPSC #IPSHasmukhPatel #Chairman #Appointment #Gandhinagar #GujaratFirst pic.twitter.com/gO4XOBl2gQ— Gujarat First (@GujaratFirst) October 28, 2024
આ પણ વાંચો - Rajkot : લોધિકામાં વિદ્યાર્થીના આપઘાત મામલે આચાર્ય, બે શિક્ષકો વિરુદ્ધ મોટી કાર્યવાહી!
IPS હસમુખ પટેલ GPSC નાં ચેરમેનનું કાર્યભાર સંભાળશે
લોક રક્ષક ભરતી બોર્ડનાં અધ્યક્ષ અને IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) જલદી ગુજરાત જાહેર સેવા આયોગનું (GPSC) કાર્યભાર સંભાળશે. જણાવી દઈએ કે, અગાઉ 28 ઓક્ટોબરનાં રોજ રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSC નાં ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. તેમની નિમણૂક સાથે જ હવે GPSC ને નવું નેતૃત્વ મળશે.
આ પણ વાંચો - Surat : સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં મચ્છરોનો ત્રાસ! ગરમ દૂધમાંથી મચ્છર નીકળતા વિવાદ