ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL 2025 ઓક્શનની તારીખની થઈ જાહેરાત, આ જગ્યા પર ખેલાડીઓની લાગશે બોલી

IPL 2025 મેગા ઓક્શનની તારીખ થઈ જાહેર મેગા ઓક્શન 25 નવેમ્બરે જેદ્દાહ શહેરમાં થશે ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે IPL 2025 Mega Auction: IPL 2025 મેગા ઓક્શન(IPL 2025 Mega Auction)ની તારીખ જાહેર થઈ ગઈ છે. મેગા ઓક્શન 25 અને...
08:20 AM Nov 06, 2024 IST | Hiren Dave
An Italian player also registered for the IPL 2025 mega auction.

IPL 2025 Mega Auction: IPL 2025 મેગા ઓક્શન(IPL 2025 Mega Auction)ની તારીખ જાહેર થઈ ગઈ છે. મેગા ઓક્શન 25 અને 25 નવેમ્બરે જેદ્દાહ શહેરમાં થશે. જેના માટે આઈપીએલની તમામ ફ્રેન્ચાઈઝી તૈયાર છે. આ વખતે ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થવાનો છે. કારણ કે ઘણી ટીમોએ હરાજી પહેલા પોતાના મોટા ખેલાડીઓને બહાર કરી દીધા છે. જેમાં ઘણી ટીમોના કેપ્ટન પણ સામેલ છે. બીજી તરફ આ વખતે હરાજીમાં 16 દેશોના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે મેગા ઓક્શનમાં ખેલાડીઓની ભરમાર જોવા મળી રહી છે. વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓએ હરાજી માટે પોતાના નામ આપ્યા છે.

 

હરાજીમાં 1574 ખેલાડીઓ સામેલ

આ IPL 2025 મેગા ઓક્શન(IPL 2025 Mega Auction)માં કુલ 1574 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં 16 દેશોના 409 વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. આ 16 દેશોમાંથી 6 સહયોગી દેશો સામેલ છે. આ વખતે સૌથી વધુ નામ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. હરાજી માટે દક્ષિણ આફ્રિકાના 91 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે.

 

આ સિવાય ઓસ્ટ્રેલિયાનું નામ બીજા સ્થાને આવે છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાંથી 76 નામ સામે આવ્યા છે. આ સિવાય ઈંગ્લેન્ડમાંથી 52 ખેલાડીઓના નામ સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના 39, વેસ્ટ ઈન્ડિઝના 33 અને શ્રીલંકા અને અફઘાનિસ્તાનના 29-29 ખેલાડીઓ છે.

આ પણ  વાંચો -IPL 2025: RCB માં થશે રિષભ પંતની એન્ટ્રી? ફ્રેન્ચાઈઝીએ આપ્યા સંકેત

આ દેશના 1-1 ખેલાડીઓ સામેલ છે

આ વખતે બે દેશો એવા છે જેમના 1-1 ખેલાડીએ IPL માટે પોતાનું નામ આપ્યું છે. જેમાં યુએસએનો એક ખેલાડી અને ઈટાલીનો એક ખેલાડી સામેલ છે. આ સિવાય કેનેડાના 4 ખેલાડીઓ, નેધરલેન્ડના 12 ખેલાડીઓ અને સ્કોટલેન્ડના 2 ખેલાડીઓ સામેલ છે.

આ પણ  વાંચો -IND vs SA T20: ભારતીય ટીમના નવા કોચ, નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે...

કુલ સ્લોટની સંખ્યા ખાલી છે

આ વખતે તમામ 10 ટીમો માટે કુલ 204 સ્લોટ ખાલી છે. આ સમયગાળા દરમિયાન, એક ટીમ વધુમાં વધુ 25 ખેલાડીઓ ખરીદી શકે છે. વાસ્તવમાં મેગા ઓક્શન પહેલા તમામ ટીમોમાંથી કુલ 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે.

 

Tags :
Australiadelhi capitalsIPLIPL 2025IPL 2025 Mega AuctionItalian PlayerItaly PlayerItaly Player for auctionsItaly Player for ipl auctionsItaly Player for ipl mega auctionsMumbai IndiansRCBSouth Africathomas dracawho is Italy Player for auctionswho is Italy Player for ipl mega auctionwho is thomas draca
Next Article