Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024 : CSK ની સતત બીજી જીત, GT ને 63 રનથી હરાવ્યું...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ વખત રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં આવેલી ચેન્નાઈની ટીમે સતત બીજી મેચ જીતી છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં CSK એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 63...
ipl 2024   csk ની સતત બીજી જીત  gt ને 63 રનથી હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ વખત રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં આવેલી ચેન્નાઈની ટીમે સતત બીજી મેચ જીતી છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં CSK એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 63 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન શુભમન ગિલ પાસે IPL 2023માં મળેલી હારનો બદલો લેવાની સારી તક હતી, પરંતુ કમનસીબે તે તેમ કરી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે IPL 2023 ની ફાઈનલમાં ચેન્નાઈની ટીમે ગુજરાતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ હવે બંને ટીમો સામસામે આવી ગઈ છે.

Advertisement

ગુજરાત માટે કોઈ બેટ્સમેન છાપ છોડી શક્યો ન હતો

આ મેચમાં ચેન્નાઈની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ગુજરાતની ટીમ 8 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ગુજરાત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. જ્યારે રિદ્ધિમાન સાહા અને ડેવિડ મિલર 21-21 રન બનાવીને આઉટ થયા હતા. ગુજરાતનો કોઈપણ બેટ્સમેન પોતાની છાપ છોડી શક્યો નહોતો અને ટીમ મેચ હારી ગઈ હતી. ચેન્નાઈ ટીમ તરફથી દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મતિશા પથિરાના અને ડેરેલ મિશેલે 1-1 વિકેટ લીધી હતી.

Advertisement

ગુજરાત ઇનિંગ્સ સ્કોરકાર્ડ: (143/8, 20 ઓવર)

ખેલાડીરનબોલરવિકેટ પડી
શુભમન ગિલ8દીપક ચહર1-28
રિદ્ધિમાન સાહા21દીપક ચહર2-34
વિજય શંકર12ડેરેલ મિશેલ3-55
ડેવિડ મિલર21તુષાર દેશપાંડે4-96
સાંઈ સુદર્શન37મતિષા પથિરાના5-114
અઝમતુલ્લા ઓમરઝાઈ11તુષાર દેશપાંડે6-118
રાશિદ ખાન1મુસ્તાફિઝુર રહેમાન7-121
રાહુલ તેવટિયા6મુસ્તાફિઝુર રહેમાન8-129

શિવમ દુબેએ તોફાની ફિફ્ટી ફટકારી હતી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ટીમ માટે શિવમ દુબેએ 23 બોલમાં સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. તેના સિવાય રચિન રવિન્દ્ર 20 બોલમાં 46 રન બનાવીને રાશિદ ખાનના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ 46 રન બનાવીને સ્પેન્સર જોન્સનના બોલ પર કેચ આઉટ થયો હતો. બીજી તરફ ગુજરાતની ટીમ તરફથી સ્પિનર ​​રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. સાઈ કિશોર, મોહિત શર્મા અને સ્પેન્સર જોન્સનને 1-1 સફળતા મળી.

Advertisement

ચેન્નાઈ ઇનિંગ્સ સ્કોરકાર્ડ: (206/6, 20 ઓવર)

ખેલાડીરનબોલરવિકેટ પડી
રચિન રવિન્દ્ર46રાશિદ ખાન1-62
અજિંક્ય રહાણે12સાંઈ કિશોર2-104
રૂતુરાજ ગાયકવાડ46સ્પેન્સર જોહ્ન્સન3-127
શિવમ દુબે51રાશિદ ખાન4-184
સમીર રિઝવી14મોહિત શર્મા5-199
ડેરેલ મિશેલ24રન આઉટ6-206

ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ટક્કર

ગુજરાતની ટીમે 2022ની સિઝનમાં IPLમાં પ્રવેશ કર્યો હતો. ત્યારપછી તેણે હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ પહેલી જ સિઝન જીતી હતી. જ્યારે બીજી સીઝન એટલે કે 2023માં ગુજરાતને ચેન્નાઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધી બંને ટીમો 5 વખત આમને-સામને આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે 3 મેચ અને ચેન્નાઈએ 2 મેચ જીતી છે. IPLમાં પ્રવેશ્યા બાદ ગુજરાતની ટીમે ચેન્નાઈની ટીમને પ્રથમ 3 મેચમાં કારમી હાર આપી હતી. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની આ CSK ટીમે જોરદાર વાપસી કરી. પ્રથમ 3 મેચ હાર્યા બાદ તેણે સતત 2 મેચમાં ગુજરાતને હરાવ્યું છે. હવે આ મેચ જીતીને CSKની ટીમ ગુજરાત સામે જીતની હેટ્રિક લગાવવા માંગશે.

આ પણ વાંચો : RCB vs PBKS : ચાલુ મેચમાં એક દર્શક મેદાનમાં ઘુસ્યો, કોહલી સાથે કર્યું કઇંક આવું, Video

આ પણ વાંચો : Holi : IPLના ખેલાડીઓએ હોળીના રંગમાં રંગાયા,રોહિત શર્માનો Video Viral

આ પણ વાંચો : IPL Update : IPLશિડ્યૂલમાં થયો મોટો ફેરફાર,આ શહેરમાં રમાશે ફાઇનલ

Tags :
Advertisement

.