Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સનું મોટું એલાન, IPL 2024 માટે હાર્દિક પંડ્યાને બનાવ્યા કેપ્ટન, રોહિતનો આભાર માન્યો

IPL ને લઈને આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ કહેવાતી મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 સીઝન માટે હાર્દિક પંડ્યાને તેના કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. આ સાથે ટીમમાંથી રોહિત શર્મા યુગનો અંત આવ્યો છે....
ipl 2024   મુંબઈ ઈન્ડિયન્સનું મોટું એલાન  ipl 2024 માટે હાર્દિક પંડ્યાને બનાવ્યા કેપ્ટન  રોહિતનો આભાર માન્યો

IPL ને લઈને આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ કહેવાતી મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 સીઝન માટે હાર્દિક પંડ્યાને તેના કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. આ સાથે ટીમમાંથી રોહિત શર્મા યુગનો અંત આવ્યો છે. મુંબઈએ હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને ત્યારથી તેને કેપ્ટન બનાવવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Advertisement

ર્દીકે ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું

હાર્દિક પંડ્યા પણ કેપ્ટન તરીકે IPLનો ખિતાબ જીતી ચૂક્યો છે. 2022 માં ગુજરાત ટાઇટન્સે હાર્દિકની કપ્તાનીમાં પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. મુંબઈએ 2022ની હરાજી પહેલા હાર્દિકને છોડી દીધો હતો. પરંતુ 2024ની હરાજી પહેલા હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. ગત સિઝનમાં પણ હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત રનર અપ હતું.

રોહિત 5 વખત ચેમ્પિયન બન્યો

રોહિત શર્માને 2013ની સીઝનના મધ્યમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને રોહિતે ખિતાબ જીતી લીધો હતો. ત્યારબાદ 2015, 2017, 2019 અને 2020 માં મુંબઈ ઈન્ડિયન્સ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી. તેણે 11 સીઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું અને 5 વખત ચેમ્પિયન બનાવ્યું. મહેન્દ્ર સિંહ ધોની પછી રોહિત શર્મા IPLનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે 158 મેચોમાં મુંબઈની કેપ્ટનશિપ કરી અને 87 મેચ જીતી.

Advertisement

'ભવિષ્યની તૈયારી તરફનું આ મોટું પગલું'

મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ માહેલા જયવર્દનેએ કહ્યું કે ભવિષ્ય માટે તૈયારી કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે હંમેશા અસાધારણ નેતૃત્વ રહ્યું છે, સચિનથી લઈને હરભજન સિંહ સુધી અને રિકી પોન્ટિંગથી લઈને રોહિત શર્મા સુધી, જેમણે તાત્કાલિક સફળતામાં યોગદાન આપ્યું છે, ત્યારે ભવિષ્ય માટે ટીમને મજબૂત કરવા પર પણ નજર રાખી છે. આ વિચારધારાને અનુરૂપ, હાર્દિક પંડ્યા IPL 2024 સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળશે.

જયવર્દનેએ રોહિતની પ્રશંસા કરી

જયવર્દનેએ કહ્યું, 'અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. 2013 થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ અસાધારણથી ઓછો રહ્યો નથી. તેના નેતૃત્વએ ટીમને અપ્રતિમ સફળતા જ નહીં અપાવી પરંતુ તેને IPLના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે સ્થાન પણ અપાવ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, મુંબઈ અત્યાર સુધીની સૌથી સફળ અને મનપસંદ ટીમોમાંની એક બની. અમે MIને વધુ મજબૂત કરવા મેદાનમાં અને બહાર તેમના માર્ગદર્શન અને અનુભવની રાહ જોઈશું. અમે MIના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું સ્વાગત કરીએ છીએ અને તેને શુભેચ્છા પાઠવીએ છીએ.'

Advertisement

આ પણ વાંચો : MS Dhoni: BCCIએ ધોનીને સચિન સમાન આપ્યું બિરુદ, જર્સી નંબ- 10 પછી 7 પણ રિટાયર

Tags :
Advertisement

.