IPL 2024 : ધોનીને જોવા તેના ચાહકે ખરીદી રૂ. 64 હજારની ટિકિટ, દિકરીની સ્કૂલ ફી ન ભરી...
IPL ની 17 મી સીઝનમાં પણ ધોનીનો ક્રેઝ (Dhoni's craze) યથાવત છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) માંથી સન્યાસ લીધા બાદ પણ ધોની (Dhoni) નો ક્રેઝ સતત વધી રહ્યો છે. IPL 2024ની આ સીઝનમાં જ્યાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની મેચ યોજાય છે, ત્યાં યલો આર્મી (Yellow Army) ના ચાહકો પહોંચી જાય છે અને સ્ટેડિયમ પીળા સમુદ્રમાં ફેરવાઈ જાય છે. ધોનીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો મેદાન પર પહોંચી રહ્યા છે. ધોનીના ફેન્સની આવી જ એક કહાની સામે આવી રહી છે જે ચોંકાવનારી છે. શું છે આવો જાણીએ...
બાળકોની સ્કૂલ ફીના પૈસા નથી પણ ધોનીને જોવા ખરીદી રૂ. 64 હજારની ટિકિટ
ભારતીય ક્રિકેટ પર એમએસ ધોનીની અસર અજોડ છે. તેની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપાયેલી નથી, ચાહકો તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં પાછીપાની કરતા નથી. આ ઉપરાંત, તેની એક ઝલક મેળવવા માટે, ફેન્સ કેટલાક એવા કામ પણ કરે છે જે ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દે છે. તાજેતરમાં આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના તેના ચાહકોની પ્રતિબદ્ધતાની ઊંડાઈ દર્શાવે છે. જણાવી દઇએ કે, એક ચાહકે 64 હજાર રૂપિયાની ટિકિટ ખરીદી હતી અને એમએસ ધોનીને જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો. સૌથી મોટી વાત એ છે કે તે વ્યક્તિ પાસે તેના બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પૈસા નહોતા, પરંતુ તેણે ધોનીને જોવા માટે બ્લેકમાં મેચની ટિકિટ ખરીદી હતી. આ માટે આ ચાહકે તેની દીકરીઓની સ્કૂલ ફીમાં મોડું કર્યું હતું. તેણે કહ્યું કે, તે પહેલા ટિકિટ મેળવવા માંગતો હતો, જેના કારણે તેણે તેની ત્રણ દીકરીઓની ફીમાં વિલંબ કર્યો. આ પ્રશંસકની સાથે તેમની ત્રણ પુત્રીઓએ થાલાની મેચ નિહાળી હતી. આ ચાહકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કર્યો છે. આ પ્રશંસકે 64 હજાર રૂપિયા ખર્ચીને ચેનનાઈના ચેપોક સ્ટેડિયમમાં KKR સામેની મેચની ટિકિટ ખરીદી હતી. ધોની 8 એપ્રિલે IPL 2024માં KKR સામેની મેચમાં બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટે જીતી હતી. આ ચાહકે દાવો કર્યો હતો કે, તેણે અને તેની ત્રણ દીકરીઓએ 64,000 રૂપિયા ખર્ચીને ખરીદેલી ટિકિટો વડે મેચ જોઈ હતી.
દિકરીઓએ ખુશી વ્યક્ત કરી
ધોનીના આ પ્રશંસકે કહ્યું કે, મારે હજુ પણ મારા બાળકોની સ્કૂલ ફી ભરવાની બાકી છે. પરંતુ અમે ધોનીને એક વખત અમારી સામે રમતા જોવા માંગતા હતા. જેના કારણે મેં આ પગલું ભર્યું છે. આજે હું અને મારી ત્રણ દિકરીઓ ખૂબ ખુશ છીએ. આ વ્યક્તિની નાની દિકરીએ કહ્યું કે, મારા પિતાએ આ ટિકિટ મેળવવા માટે ઘણી મહેનત કરી છે. ઈન્ટરનેટ પર લોકો ધોનીના ફેન્સના આ પગલાથી ગુસ્સે દેખાઈ રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, મેચ જોવી એ બાળકોના ભણતર કરતાં વધુ મહત્વનું નથી. તેનો મહિમા કરશો નહીં. X પર વીડિયો શેર કરનાર યુરોલોજિસ્ટ ડૉ. જેસન ફિલિપે લખ્યું કે મારી પાસે આ મૂર્ખતાનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી.
આ પણ વાંચો - CSK vs KKR : માત્ર 1 રન બનાવ્યા બાદ પણ Dhoni એ રચ્યો ઈતિહાસ
આ પણ વાંચો - DC vs CSK : મેચ ભલે દિલ્હી જીતી, પણ દિલ તો Dhoni જીતી ગયો