Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL 2024 Auction : પહેલી જ બોલીમાં આ વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી થયો માલામાલ

IPL 2024 Auction : ઈન્ડિયન પ્રીમિયર લીગની 17 મી સિઝનની હરાજી શરૂ થઈ ગઈ છે. આ મીની ઓક્શનમાં 332 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થવાનો છે, જેમાંથી 216 ભારતીય અને 116 વિદેશી ખેલાડીઓ છે. પહેલી બોલી વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી Rovman Powell...
03:10 PM Dec 19, 2023 IST | Hardik Shah

IPL 2024 Auction : ઈન્ડિયન પ્રીમિયર લીગની 17 મી સિઝનની હરાજી શરૂ થઈ ગઈ છે. આ મીની ઓક્શનમાં 332 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થવાનો છે, જેમાંથી 216 ભારતીય અને 116 વિદેશી ખેલાડીઓ છે. પહેલી બોલી વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી Rovman Powell પર લગાવવામાં આવી છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. પ્રથમ બિડમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળ્યો હતો. આખરે રાજસ્થાન રોયલ્સે તેને 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. Powell ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. તેને દિલ્હીની ટીમે રિલીઝ કર્યો હતો.

Auction નો પહેલો જ ખેલાડી થયો માલામાલ

IPL 2024 ની હરાજી શરૂ થતા જ એવી સંભાવનાઓ હતી કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી Rovman Powell ને ખરીદવા માટે તમામ ટીમો આગળ આવશે. હરાજીના પ્રથમ સેટમાં કેપ્ડ બેટ્સમેનોનો સમાવેશ થાય છે, જે પ્રથમ ખેલાડી વેસ્ટ ઈન્ડિઝના T20 કેપ્ટન રોવમેન પોવેલ છે, જેની મૂળ કિંમત રૂ. 1 કરોડ છે. રોવમેનની બીડ શરૂ થતા જ રાજસ્થાન રોયલ્સે મેદાનમાં એન્ટ્રી મારી હતી. રાજસ્થાનના મેદાનમાં ઉતરતાની સાથે જ KKR એ પોવેલ માટે બોલી લગાવવાનું શરૂ કર્યું અને રાજસ્થાને પ્રારંભિક રાઉન્ડમાં રૂ. 7.4 કરોડમાં વિન્ડીઝના બેટ્સમેન પોતાની ટીમમાં સામેલ કરી દીધો. જણાવી દઇએ કે, પહેલાથી જ પોવેલ પર મોટી બોલી લગાવવામાં આવી રહી હોવાની ચર્ચા હતી અને એવું માનવામાં આવતું હતું કે તેને મોંઘા ભાવે વેચવામાં આવશે. અને તેવું જ થયું હતું.

IPL માં રોમેન પોવેલનું કેવું રહ્યું છે પ્રદર્શન?

30 વર્ષીય રોમેન પોવેલે 2022માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. પોવેલે IPL 2022માં દિલ્હી કેપિટલ્સ તરફથી IPL ની શરૂઆત કરી હતી. IPL 2022 તેના માટે સારું સાબિત થયું હતું અને તેણે તે જ વલણ બતાવ્યું જેના માટે કેરેબિયન બેટ્સમેન જાણીતો છે. તેણે IPL 2022માં રમાયેલી તમામ 14 મેચોની 12 ઇનિંગ્સમાં 250 રન બનાવ્યા હતા. જેમાં 67 રનની અણનમ ઇનિંગ પણ સામેલ હતી. આ દરમિયાન તેના બેટમાંથી 22 સિક્સર વાગી હતી. IPL 2023માં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તે 3 મેચમાં માત્ર 7 રન બનાવી શક્યો હતો જેના કારણે તેને બહાર કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે તે તેની નવી ટીમ રાજસ્થાન રોયલ્સ માટે કેવું પ્રદર્શન કરે છે. હવે આવનારી સિઝનમાં તે બ્લુ નહીં પણ પિંક જર્સીમાં જોવા મળશે. તે હવે આ સિઝનમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાન તરફથી રમતો જોવા મળશે.

કયો ખેલાડી કઇ ટીમમાં જોવા મળશે ?

રાજસ્થાન રોયલ્સની વર્તમાન ટીમ:

રોમન પોવેલ, એડમ ઝમ્પા, અવેશ ખાન, ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, જોસ બટલર, કુલદીપ સેન, કુણાલ રાઠોડ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા, આર. અશ્વિન, રેયાન પરાગ, સંદીપ શર્મા, સંજુ સેમસન, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો - IPL Auction 2024 : કયા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે, IPL ટીમોની નજર કોના પર છે?

આ પણ વાંચો - IPL 2024 : ભારતના આ 14 ખેલાડીઓ પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstIPLIPL 17IPL 2024IPL 2024 Auctionipl auctionrovman powellWest IndiesWest Indies Player
Next Article