Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2023: 1 રને મેચ જીતી LSG પ્લેઓફ માટે ક્વોલિફાય, KKR ની સફર હાર સાથે સમાપ્ત

લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને એક રનથી હરાવીને આઈપીએલ 2023ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. 20 મે (શનિવાર)ના રોજ ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં લખનઉએ કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ રિંકુ સિંહની અડધી સદીની...
ipl 2023  1 રને મેચ જીતી lsg પ્લેઓફ માટે ક્વોલિફાય  kkr ની સફર હાર સાથે સમાપ્ત

લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને એક રનથી હરાવીને આઈપીએલ 2023ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. 20 મે (શનિવાર)ના રોજ ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં લખનઉએ કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ રિંકુ સિંહની અડધી સદીની ઈનિંગ્સ છતાં તે લક્ષ્ય સુધી પહોંચી શક્યું ન હતું.

Advertisement

IPL 2023માંથી કોલકાતાની ટીમ બહાર

લખનૌએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 176 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. આ પછી કોલકાતાએ 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. લખનૌએ 17 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી છે. બે વખતની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની સફરનો અંત આવ્યો છે. તેણે પોતાની આશા જીવંત રાખવા માટે આ મેચ 8.5 ઓવરમાં જીતવી હતી પરંતુ આ જીત શક્ય બની ન હતી. નીતીશ રાણાની આગેવાની હેઠળની આ ટીમ સિઝનમાં 6 મેચ જીતી હતી જ્યારે 8માં હારી હતી.

Advertisement

શરૂઆત સારી મળી પણ સફળતા ન મળી

Advertisement

177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને જેસન રોય અને વેંકટેશ અય્યરે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 5.4 ઓવરમાં 61 રન ઉમેર્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમે વેંકટેશ (24)ને આઉટ કરીને KKRને પહેલો ઝટકો અપાવ્યો હતો. તે બાદ સુકાની નીતિશ રાણા (8)ને રવિ બિશ્નોઈએ આઉટ કર્યો હતો અને કૃણાલ પંડ્યાએ જેસન (28 બોલમાં 45 રન)ને બોલ્ડ કર્યો હતો.

પૂરન અને આયુષની શાનદાર બેટિંગ

અગાઉ, નિકોલસ પૂરન અને આયુષ બદોનીએ સારું પ્રદર્શન કરીને લખનૌ સુપરજાયન્ટ્સને 8 વિકેટે 176 રનનો પડકારજનક સ્કોર બનાવવામાં મદદ કરી હતી. બંનેએ સાથે મળીને 47 બોલમાં છઠ્ઠી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. પુરને 30 બોલમાં 58 રનની ઇનિંગ રમી જેમાં 4 ફોર અને 5 સિક્સ સામેલ હતી. આયુષે 21 બોલની ઈનિંગમાં 2 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઓપનર ક્વિન્ટન ડિકોક (27 બોલમાં 28 રન) અને પ્રેરક માંકડે (20 બોલમાં 26 રન) બીજી વિકેટ માટે 41 રન જોડ્યા હતા. KKR તરફથી વૈભવ અરોરા (4 ઓવરમાં 30 રન), સુનીલ નારાયણ (4 ઓવરમાં 28 રન) અને શાર્દુલ ઠાકુરે (2 ઓવરમાં 27 રન) 2-2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IPL 2023 : ઋતુરાજ-કોનવેની શાનદાર ઇનિંગ્સના કારણે CSK પ્લેઓફમાં, DC ને 77 રનથી આપી મ્હાત

Tags :
Advertisement

.